ખોળામાં લેપટોપ રાખીને કામ કરવાના ગેરફાયદા
'વર્ક ફ્રોમ હોમ' હોય કે કોઈ પણ મહત્વની મીટિંગ હોય, આજકાલ લોકો લેપટોપને ખોળામાં રાખીને કામ કરતા હોય છે. બની શકે છે કે આમ કરવાથી તમને આરામ મળે પરંતુ શું જાણો છો કે લાંબા સમય સુધી લેપટોપને ખોળામાં રાખવાથી સ્વાસ્થ્યને પણ ગંભીર નુકસાન થઈ શકે છે.
ખોળામાં અથવા બેડ પર લેપટોપ રાખીને કામ કરવું સરળ લાગે છે, પરંતુ આ આદત સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર કરે છે. જાણો તેનો ઉપયોગ કરવાની સાચી રીત. જેના કારણે પ્રજનન ક્ષમતા, ઊંઘ ન આવવા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.
ખોળામાં લેપટોપને રાખીને કામ કરવાના ગંભીર નુકસાન
ઘણી વખત એવું બને છે કે આપણે લેપટોપને ખોળામાં રાખીને કામ કરીએ છીએ. જેના કારણે તેમાંથી નીકળતા ગરમ પવનો આપણી ત્વચા પર પડે છે. તેને ટોસ્ટેડ સ્કિન સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે. લેપટોપમાંથી નીકળતી ગરમ હવા ત્વચા પર હળવા અને ક્ષણિક લાલ ફોલ્લીઓનું કારણ બને છે. મેડિકલ રિપોર્ટ અનુસાર લેપટોપમાંથી નીકળતી હવાને કારણે ત્વચા પર ખંજવાળ આવે છે.
પ્રજનન ક્ષમતા પર ખરાબ અસર
અમેરિકન સોસાયટી ફોર રિપ્રોડક્ટિવ મેડિસિનના રિસર્ચ અનુસાર ખોળામાં લેપટોપ રાખીને કામ કરવાથી પ્રજનન દર પર ખૂબ જ ખરાબ અસર પડે છે. તેથી લાંબા સમય સુધી આ રીતે ઉપયોગ કરશો નહીં. કારણકે તેનાથી શરીરની અંદર ઘણી સમસ્યાઓ થઈ શકે છે.
આંખના તાણની સમસ્યા
લાંબા સમય સુધી લેપટોપ પર કામ કરવાથી આંખો પર ખરાબ અસર પડે છે. જેના કારણે આંખમાં તાણ, શુષ્કતા અને માથાનો દુખાવો જેવી સમસ્યા થઈ શકે છે. બીજી તરફ લેપટોપનો ઉપયોગ અને કામ કરતી વખતે પગ પર રાખવાને કારણે તેનું રેડિયેશન સીધું શરીર પર પડે છે. ઉપકરણમાંથી નીકળતી ગરમી ગંભીર રીતે બીમાર કરી શકે છે.
પીઠનો દુખાવો
ખોળામાં લેપટોપ રાખીને સતત કામ કરવાથી કમરમાં તીવ્ર દુખાવો અને પીઠ જકડાઈ શકે છે. કારણકે ઘણીવાર ખોટી રીતે બેસવાને કારણે લોકોને કમરનો દુખાવો થવા લાગે છે. જે વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય પર ખતરનાક અસર કરે છે. આવી સમસ્યાઓથી બચવા માટે લેપટોપને ડેસ્ક પર રાખીને તેનો ઉપયોગ કરવો જરૂરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech