દરેક સ્ત્રી ઈચ્છે છે કે તેની ત્વચા ચમકદાર દેખાય. સુંદર ત્વચા મેળવવા માટે કેટલાક લોકો અનેક પ્રયાસો કરે છે, જેમાં ખોટા સ્કિન કેર રૂટિનને અનુસરવાથી ત્વચામાં અકાળે કરચલીઓ અને ફાઈન લાઈન્સ દેખાય છે. ઘણી વખત મેકઅપને લગતી નાની-નાની ભૂલો પણ ત્વચા સંબંધિત સમસ્યાઓનું કારણ બની જાય છે. દરરોજ મેકઅપ કરતી વખતે, તમે અજાણતામાં ઘણી ભૂલો કરી શકો છો જે તમારા ચહેરા માટે નુકસાનકારક છે. આ નાની ભૂલો ભવિષ્યમાં ત્વચાને મોટું નુકસાન પહોંચાડી શકે છે.
લગભગ દરેક વ્યક્તિ આ નાની ભૂલનું પુનરાવર્તન કરે છે. મેકઅપ કરીને ક્યારેય સૂવું નહીં. સૂતા પહેલા, મેકઅપને સારી રીતે દૂર કરો અને તમારા ચહેરાને હળવા ક્લીંઝરથી ધોઈ લો. ચહેરા પર મેકઅપ લગાવવાને કારણે ધૂળના કણો તેના પર ચોંટી જાય છે. આનાથી પિમ્પલ્સ અને ત્વચા પર ફોલ્લીઓ થાય છે.
ત્વચાને એક્સ્ફોલિયેટ કરવી ખૂબ જ જરૂરી છે. તેનાથી ત્વચાના મૃત કોષો દૂર થાય છે. જ્યારે મૃત કોષો ત્વચા પર રહે છે, ત્યારે ત્વચા જૂની દેખાવા લાગે છે. મેકઅપ દૂર કર્યા પછી ત્વચાને એક્સફોલિએટ કરો.
ચહેરાને સાફ કર્યા પછી તેને સારી રીતે સાફ કરવું મહત્વપૂર્ણ છે. પરંતુ આ માટે માત્ર સ્વચ્છ ટુવાલનો ઉપયોગ કરો. ગંદા ટુવાલનો ઉપયોગ કરશો નહીં. આનાથી સ્કિન ઈન્ફેક્શન થઈ શકે છે. તમે સ્વચ્છ રૂમાલનો પણ ઉપયોગ કરી શકો છો.
કોઈપણ પ્રકારનો મેકઅપ લગાવતા પહેલા અને પછી ત્વચાને મોઈશ્ચરાઈઝ કરવી ખૂબ જ જરૂરી છે. આ ત્વચાને હાઇડ્રેટ કરે છે અને તેને લાંબા સમય સુધી મેકઅપ રાખવામાં સક્ષમ બનાવે છે. આ ત્વચા પર રક્ષણાત્મક સ્તર બનાવે છે. મેકઅપને યોગ્ય રીતે દૂર કરવાનો પ્રયાસ કરો. આ પછી ચહેરાને ધોઈ લો અને ત્વચા પર મોઇશ્ચરાઇઝર લગાવો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાવ વિધાનસભા પેટાચૂંટણીમા આવતીકાલે યોજાશે મતદાન, જાણો આટલા મતદાન મથક પર યોજાશે મતદાન
November 12, 2024 10:53 PMવડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'નોબેલ શાંતિ પુરસ્કાર' મળવો જોઈએ, દુનિયાના આ મોટા રોકાણકારે કરી માંગ
November 12, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech