રાજકોટ મહાનગરપાલિકા કચેરીમાં આજે બપોરે નાકરાવાડી ગ્રામ પંચાયતની આગેવાનીમાં ગ્રામજનોનું ટોળું ધસી આવ્યું હતું અને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવીને હવે કાયમી ધોરણે નાકરાવાડીમાં રાજકોટ શહેરનો કચરો ફેકવાનું બધં કરવાની માંગણી કરી હતી. નેશનલ ગ્રીન ટિ્રબ્યુનલ દ્રારા મહાપાલિકાને ગાઈડલાઈન આપવામાં આવી હોવા છતાં તે ગાઈડ લાઈનનો ખુલ્લેઆમ ભગં કરીને નાકરાવાડી ગામના પર્યાવરણનું ઘોર નિકંદન કાઢવામાં આવી રહ્યું છે તેમજ હવે ગ્રામજનોનું આરોગ્યનું સ્તર પણ કચરા ના પ્રદૂષણના કારણે કથળી રહ્યું છે તેવો આક્ષેપ કર્યેા હતો. આ તકે ગ્રામ પંચાયત દ્રારા વિવિધ ૧૬ માંગણીઓ રજૂ કરવામાં આવી હતી.
વિશેષમાં મ્યુનિસિપલ કમિશનરને નાકરાવડી ગ્રામ પંચાયતના નેજા હેઠળ ગ્રામજનોએ પાઠવેલા વિસ્તૃત આવેદનપત્રમાં વિવિધ માંગણીઓ રજૂ કરી છે જેમાં જણાવ્યું છે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશનની ઘનકચરા નિકાલ સાઈટ ગામ નાકરાવાડીમાં શ થઈ ત્યારથી ગ્રામજનોની સમસ્યાઓની હાડમારી શ થયેલ છે. રાજકોટ શહેરના કચરાને સરકારશ્રી દ્રારા જે શરતોને આધીન જગ્યા ફાળવેલ છે તે તમામ શરતોનો ખુલ્લો ભગં કરી ગામની સિમમાં છેલ્લા ઘણા વર્ષેાથી લાખો ટન કચરો ખુલ્લામાં ખાલી કરવામાં આવતો હોય જેને લઈ આસપાસનુ વાતાવરણ અતિ પ્રદુષિત બન્યુ છે અને ગ્રામજનો તેમના બંધારણીય હક્કો મુબ જીવન નિર્વાહ કરી શકતા નથી અને પર્યાવરણનું નિકંદન થઈ રહ્યુ છે. ગ્રામજનો નામદાર નેશનલ ગ્રીન ટ્રીબ્યુલનમાંથી યોગ્ય આદેશ મેળવેલ હોવા છતા તેનુ પણ પાલન કરવામાં આવતુ નથી અને હત્પકમનો ખુલ્લો અનાદર કરવામાં આવી રહ્યો છે. આપની સમક્ષ નીચેના ગંભીર મુદ્દા અને સમસયાઓ ગ્રામજનો મુકી રહ્યા છે જેને સત્વરે ધ્યાને લઈ જરી કાર્યવાહી કરવામાં આવે અને અમોને સદરહત્પં કાર્ય અંગે એકશન પ્લાન આપવામાં આવે જેથી ગ્રામજનો આસ્વસ્થ રહે અન્યથા સદરહત્પં સમસ્યા બાબતે ભવિષ્યમાં સંપુર્ણ વ્યવસ્થા ખોરવાઈ જવાની શકયતાઓને નકારી શકાય તેમ નથી અને જેના અત્યતં ગંભીર પરીણામ આવી શકે તેમ છે.
મ્યુનિસિપલ કમિશનરને પાઠવેલા આવેદનપત્રમાં કુલ ૧૬ માંગણીઓ રજૂ કરી છે જેમાં (૧) લાખો ટન ખુલ્લા કચરા માંથી અવારનવાર નીકળતા ગંદા પાણી (લીચેટ) ને સત્વરે કાયમી ધોરણે બધં કરી આસપાસના જળાશયો–કુવા–નદી–નાળાને ફરી મુળ સ્થિતિમાં કરવા જેથી ગ્રામજનોને પીવા અને વાપરવાની સમસ્યા ન રહે તેમજ સદરહત્પં સમસ્યા ભવિષ્યમાં ન ઉદભવે તે માટેની કાયમી વ્યવસ્થાઓ ઉભી કરી પંચાયતને જાણ કરવી. (૨) આસપાસના ગ્રામજનો ગભીર બિમારીનો ભોગ ન બને તે માટે થઈ તાત્કાલિક ધોરણે આસપાસના ગામોમાં કાયમી ધોરણે મેડીકલ વાન દવાખાનું શ કરવાની કામગીરી કરવામાં આવે. (૩) સરકાર દ્રારા આરોગ્ય અને પર્યાવરણની જાળવણી રાખવાની શરતે જ જમીન ફાળવવામાં આવેલ છે ત્યારે તે બાબતને ગંભીરતા પુર્વક ધ્યાને લેવી તેમજ અન્ય જે શરતોને આધીન જમીન ફાળવવામાં આવેલ છે તે તમામ શરતોનું ચુસ્ત પાલન કરવામાં આવે તેમજ નાકરાવાડી ગ્રામ પંચાયતનો બાકી વેરો :૧,૨૭,૩૫,૨૭૯ સત્વરે ભરપાઈ કરો (૪) નાકરાવાડી ગામ રાજકોટ શહેરના કચરા (દુષણ) ને સાચવી રહ્યુ છે અને જેને લઈ ગ્રામજનોનું જીવન નર્કાગાર બન્યુ છે અને મંદવાડ અને રોજગારીથી વંચિત બન્યા છે ત્યારે નાકરાવાડી અને તેની આસપાસના ગામોની સ્થિતિ ને સુધારવા અને ગ્રામજનોના જીવન ધોરણને ઉંચુ લાવવા આસપાસના વિસ્તારમાં વિકાસ લક્ષી યોજના મુકી રોજગારીની તકો ઉભી કરી સ્થિતિને સામાન્ય કરવાની કામગીરી કરવી. (૫) ખુલ્લામાં પડેલ કચરાથી આસપાસના ખેતરોમાં નિયમિત કચરો ઉડીને આવી રહ્યો છે જેને લઈ ખેડુતોના પાકને પારવાર નુકશાન થઈ રહ્યુ છે અને જમીન બિસ્માર બની રહી છે જેથી સદરહત્પ સમસ્યાના કાયમી નિકાલ અંગે કાર્યવાહી કરવામાં આવે. (૬) ખુલ્લામા પડેલ કચરાને લઈ આસપાસના વિસ્તારોમાં ફેલાતા જળ–જમીન અને વાયુ પ્રદુષણને કાયમી ધોરણે અટકાવવા તેમજ તમામ ગામોમા કાયમી માખી–મચ્છરનો અતિ ઉપદ્રવ રહેતો હોય તેમજ દુગધ ફેલાતી હોય તે અંગે સત્વરે ઉપાયાત્મક કામગીરી કરવી (૭) યારે યારે કચરાને સળગાવવામા આવે છે ત્યારે તેને લઈ હવા પ્રદુષણ બેફામ ઉદ્ધ છે યારે શિયાળામાં ખુલ્લા કચરાની દુગધ દુર દુર સુધી ગામોમાં આવે છે જેને લઈ આરોગ્યની ગંભીર સમસ્યાઓ ઉદવી રહી છે જેને કાયમી ધોરણે અટકાવવી (૮) ગ્રામ્યના રસ્તામાં ઓવર લોડ અને બેફામ ગતી અને ખુલ્લા ચાલતા ડમ્પરોને લઈ રસ્તો બિસ્માર બન્યો છે જેને તાત્કાલિક ધોરણે પેવરડામર કરવા યોગ્ય કરવાની કાર્યવાહી કરવી (૯) ઓવર લોડ અને ખુલ્લા ચાલતા ડમ્પરોને લઈ રસ્તા પર નિયમિત કચરો ઉડતો રહે છે તેમજ ગામમાં અત્યતં દુગધ કરે છે એટલે કચરો કોઇ પણ સંજોગોમાં રસ્તા પર ખાલી કરવામાં ન આવે અને દરેક ડમ્પર યોગ્ય રીતે બધં કરી ને જ સાઈટ સુધી મોકલવામાં આવે અને કોઇ પણ સંજોગોમાં ઘનકચરા સાઈટ સિવાય કચરાને ખાલી કરવામાં ન આવે. (૧૦) ઘનકચરા નિકાલ સાઇટ ખાતે ચાલતા કામોમાં આસપાસના ગ્રામજનોને તેના જીવન નિર્વાહ માટે તેની યોગ્યતા મુજબ રોજગારી મળી રહે તે માટે ગ્રામજનોને કામોમાં અગ્રતા આપવા વિનંતિ (૧૧) ઘન કચરના પ્રોસેસીંગની કામગીરી સંપુર્ણ પણે બધં હોય જેને લઈ આસપાસના તમામ ગામોનુ વાતાવરણ અતિ દુષિત બન્યુ છે જેથી પ્રોસેસીંગની કામગીરી વિના વિલંબે શ કરાવવાની કાર્યવાહી કરવી તેમજ જે કામગીરી શ કરવામાં આવનાર છે તે કઈ પ્રકારની કામગીરી થવામાં આવનાર છે એટલે કે કચરા માંથી વિજળી ઉત્પન્ન કરવાનૂ શ કરવાને લઈ આસપાસના વિસ્તારને કેટલી ગંભીર અશરો ભવિષ્યમાં થઇ શકે છે તેની ખરી અને વાસ્તવિક સ્થિતિ અને તેના ભવિષ્યમા આવનાર પરીણામો અંગે ગ્રામજનોને પુરી માહિતિ પુરી પાડવામાં આવે. (૧૨) આસપાસના ગામોના વિકાસ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા નિયમિત રીતે યોગ્ય ભંડોળ આપવામાં આવે વિકલ્પે કોન્ટ્રાકટરો પાસેથી ઉઘરાવવામાં આવતી પેનલ્ટીની રકમ ગ્રામના વિકાસમાં ફાળવવામા આવે. (૧૩) હાલમા સ્થાનિકે ઘનકચરા નિકાલ સાઈટ ખાતે સંડાસ બાથમની કોઇ વ્યવસ્થા ન હોય ખાનગી એજન્સીના કામદારો આસપાસના ખેતરોમાં પેશાબ અને સંડાસ કરતા હોય આસપાસના વાતાવરણને દુષિત કરી ગ્રામજનો સાથે બિનજરી સંધર્ષ વધારી રહ્યા છે જેને સત્વરે અટકાવવા. (૧૪) હાલ ઉપલ્લબ ખુલ્લી જગ્યામાં હાલના અને ભવિષ્યના રાજકોટ મહાનગરપાલિકા દ્રારા જે કામગીરી કરવામા આવનાર છે તેની માહિતિ પુરી પાડવામાં આવે અને ગ્રામજનોના પ્રતિનિધિના સમુહને સાથે રાખી આસપાસના ગ્રામજનો માટે ખુલ્લી જગ્યામાં ગાર્ડન –બાલ ક્રિડાંગણ અને રમત ગમતના મેદાન કરવાની કામગીરી કરવામાં આવે. (૧૫) નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના હત્પકમ અને ઘનકચરા વ્યવસ્થાપનના કાયદાનું ચુસ્ત પાલન કરવામાં આવે અને પર્યાવરણીય કાયદા અને ગ્રામજનોના બંધારણીય હક્કોનું હનન ન થાય તેની તકેદારી રાખવામાં આવે અને (૧૬) રાજકોટ મહાનગરપાલિકા અને ગ્રામજનોના સમુહની સ્વતત્રં સમિતિ બનાવી તેની નિયમિત મિટીંગનું આયોજન કરો તે સહિતની માંગણીઓ રજૂ કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech