ટેકસ બચાવવાના ચક્કરમાં કેશ ટ્રાન્ઝેકશન કરશો તો પણ આઈટીની નજરમાંથી નહીં બચી શકાય

  • March 19, 2024 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશમાં ડિજિટલ પેમેન્ટ ઝડપથી વધી રહ્યું છે. જો એમ કહેવામાં આવે કે આ ડિજિટલ પેમેન્ટનો યુગ છે તો ખોટું નહીં હોય. ડિજિટલ પેમેન્ટે માત્ર વ્યવહારોને સરળ બનાવ્યા નથી પરંતુ તે સુરક્ષિત વ્યવહાર હોવાનો દાવો પણ કરે છે. આ દરમિયાન, એવા ઘણા લોકો છે જેઓ હજી પણ રોકડ વ્યવહારો સાથે ખૂબ જ આરામદાયક છે અને માત્ર રોકડને પસદં કરે છે. કારણ કે તેમને લાગે છે કે રોકડ વ્યવહાર કરીને તેઓ આવકવેરા વિભાગના રડારથી બચી શકે છે. જોકે, એવું નથી. કેટલક હાઈ–વેલ્યુ કેશ ટ્રાન્ઝેકશન પર આઈટી વિભાગ હંમેશા નજર રાખે છે અને જો આ રોકડ વ્યવહારોમાં કોઈ ભૂલ હોય તો આવકવેરાની નોટિસ આવીશકે છે.

ખાતામાં કેટલી રોકડ જમા કરાવી શકાય તેની મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. જો આ લીમીટ ઓળંગો છો, તો આવકવેરા વિભાગ તરફથી નોટિસ મળી શકે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકિસસના નિયમો અનુસાર, જો કોઈ વ્યકિત નાણાકીય વર્ષમાં ૧૦ લાખ પિયા કે તેથી વધુ રોકડમાં જમા કરે છે, તો તેની જાણ આવકવેરા વિભાગને કરવામાં આવે છે. એવું જરી નથી કે આ પૈસા ગ્રાહકના માત્ર એક ખાતામાં જ જમા થાય. જો કોઈ ગ્રાહકના એકથી વધુ ખાતા હોય તો તેમાં જમા થયેલી કુલ રોકડ ૧૦ લાખ પિયાથી ઉપર જાય તો તેની માહિતી આવકવેરા વિભાગ સુધી પહોંચે છે અને આવકવેરા વિભાગ આ નાણાંના ક્રોત વિશે પૂછી શકે છે.
બેંક ખાતાની જેમ, જો નાણાકીય વર્ષમાં ૧૦ લાખ પિયાથી વધુ જમા કરવામાં આવે તો વિભાગને તેની જાણ થાય છે. અને જો કોઈ શંકા હોય તો, આવકવેરા વિભાગ નાણાંના ક્રોત અંગે પ્રશ્નો પૂછી શકે. આ સિવાય જો પ્રોપર્ટી ખરીદતી વખતે . ૩૦ લાખ કે તેથી વધુનું રોકડ ટ્રાન્ઝેકશન કયુ હોય તો પ્રોપર્ટી રજિસ્ટ્રાર ચોક્કસપણે આ અંગે આવકવેરા વિભાગને જાણ કરશે. આવા સમયે, આવકવેરા વિભાગ આ ટ્રાન્ઝેકશનનું કારણ પૂછી શકે છે અને પૈસાના ક્રોત વિશે પણ માહિતી મેળવી શકે છે. જો ક્રેડિટ કાર્ડનું બિલ જે ૧ લાખ પિયા કે તેથી વધુ રોકડમાં ચૂકવ્યું છે, તો આવી સ્થિતિમાં પણ આવકવેરા વિભાગ પૂછપરછ કરી શકે છે. વિભાગ તમને આ નાણાંનો ક્રોત જણાવવા માટે કહી શકે છે. આ સાથે, જો કોઈપણ નાણાકીય વર્ષમાં કોઈપણ રીતે (રોકડ અથવા ડિજિટલ) . ૧૦ લાખ કે તેથી વધુની ચુકવણી કરો છો, તો આવકવેરા વિભાગ પૂછશે કે તમને પૈસા કયાંથી મળ્યા. જો કોઈ વ્યકિત ૧૦ લાખ કે તેથી વધુની લેવડદેવડ કરે છે તો તેની માહિતી આવકવેરા વિભાગ સુધી પહોંચે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application