દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે આગામી તારીખ ૨૮ થી રાજયભરની પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટી ભવનોમાં દિવાળી વેકેશનની શરૂઆત થઈ જશે.
જુદી જુદી યુનિવર્સિટીઓમાં અલગ અલગ તારીખોએ વેકેશન રાખવામાં આવતું હોય છે પરંતુ રાય સરકારે તમામ શાળા કોલેજો માટે કોમન કેલેન્ડર બનાવ્યું હોવાથી શાળા કોલેજોમાં તા. ૨૮ થી દિવાળી વેકેશન શ થઈ જશે અને ૧૭ નવેમ્બર સુધી એટલે કે ૨૧ દિવસનું આ વેકેશન રહેશે.
કોલેજમાં ૧૪ ડિસેમ્બર સુધીનું પ્રથમ સેમેસ્ટર જાહેર કરવામાં આવ્યું છે. જોકે આ વખતે સરકારી પોર્ટલ પર કેન્દ્રીય પ્રવેશ પદ્ધતિથી એડમિશન અપાયા હોવાથી હજુ અનેક યુનિવર્સિટીઓમાં એનરોલમેન્ટની કામગીરી ચાલી રહી છે. પરંતુ આમ છતાં ૧૪ ડિસેમ્બર સુધીનું સત્ર હોવાથી તેમાં કોઈ ફેરફાર થવાનો નથી. ૧૬ ડિસેમ્બર થી બીજું સત્ર શ થશે અને દિવાળી પછી તુરત જ કોલેજોમાં પરીક્ષાઓ જાહેર કરવામાં આવશે.
શાળા કોલેજની સાથો–સાથો યુનિવર્સિટી કેમ્પસ પર આવેલા ભવનોમાં પણ દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. યુનિવર્સિટી કાર્યાલયોમાં પણ દિવાળીના તહેવારો દરમિયાન રજા જાહેર કરવામાં આવશે. જોકે વેકેશન દરમિયાન કોલેજોને લગતી ખાસ કોઈ કામગીરી ન હોવાના કારણે યુનિવર્સિટી કાર્યાલયોમાં રજા ન હોય તો પણ ફેસ્ટિવલ ફીવર જોવા મળશે.
સામાન્ય રીતે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી વેકેશનની તારીખો પોતાની રીતે જાહેર કરતી હોય છે પરંતુ આ વખતે તે પણ આ તારીખ દરમિયાન વેકેશન જાહેર કરશે.
યુનિવર્સિટીના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી તારીખ એક નવેમ્બરના રોજ ધોકો હોવાથી આ પડતર દિવસે જો રજા જાહેર કરાય તો એક દિવસ શનિવારની રજાના દિવસે કામકાજ ચાલુ રાખીને વધારાના બે દિવસનો ફાયદો રજાના મામલે કર્મચારીઓને મળે તે દિશામાં અત્યારથી જ પ્રયાસો શ થઈ ગયા છે અને ૨૧ દિવસનું આ વેકેશન ૨૩ દિવસમાં તબદિલ થઈ જાય તેવી પૂરી શકયતા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢ: ઉબેણ નદીમાં દૂષિત પાણી નહીં અટકે તો ધારાસભ્યની આંદોલનની ચીમકી
December 23, 2024 10:48 AMસૌરાષ્ટ્ર્રમાં ઠંડી વધી પણ કાલથી તાપમાન વધશે
December 23, 2024 10:45 AMરણુજા નજીક પગપાળા જઈ રહેલા દસ વર્ષના બાળકને કારચાલકે કચડી નાખતાં કરુણ મૃત્યુ
December 23, 2024 10:44 AMગુજરાત સહિત દેશના મોટાભાગના રાજયોમાં માવઠાની આગાહી
December 23, 2024 10:44 AMજૂનાગઢમાં મંદિરોનો વિવાદ અધિકારીઓના કારણે થયો હોવાની ધારાસભ્યની ખુલ્લી ટકોર
December 23, 2024 10:41 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech