રાજકોટ મહાપાલિકા દ્રારા દિવાળી પર્વ નિમિત્તે રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવ શિર્ષક અંતર્ગત આયોજિત વિવિધ કાર્યક્રમોનો આવતીકાલે તા.૨૭ના રોજ સાંજે ૫:૩૦ વાગ્યે આર.એમ.સી.પ્લોટ, આમ્રપાલી અન્ડર બ્રિજ પાસે, કિશાનપરા ચોક, રેસકોર્ષ રિંગ રોડથી રાજકોટના સાંસદ પરસોતમભાઇ પાલાના હસ્તે થશે.
સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકરએ જણાવ્યું હતું કે આવતીકાલે રવિવારે સાંજે ૫–૩૦ કલાકે સાંસદ પરસોત્તમ પાલાના હસ્તે કિસાનપરા ચોકથી કાર્યક્રમનો શુભારભં થશે. રેસકોર્સ રિંગ રોડ ઉપર થીમ બેઇઝ લાઇટિંગ ડેકોરેશન અને એન્ટ્રી ગેઇટ ખુલા મુકાશે. યારે તા.૨૯ના રંગોળી સ્પર્ધા યોજાશે જેમાં કુલ ૫૨૫ રંગોળી દોરાશે અને તે રંગોળી જાહેર જનતાને જોવા માટે તા.૩૦ અને ૩૧ના બે દિવસ સુધી ખુલી મુકાશે. યારે તા.૩૦ને ધન તેરસની સાંજે રેસકોર્સ સ્ટેડિયમમાં આતશબાજી યોજાશે. આ ઉપરાંત રેસકોર્સ રિંગ રોડ ઉપર ડેઇલી લેસર શો યોજાશે. શહેરીજનોને પધારવા જાહેર આમંત્રણ છે.
રંગોળી સ્પર્ધાની કેટેગરીમાં સ્લોગન ગૃપ રંગોળી સ્પર્ધા અને વ્યકિતગત રંગોળી સ્પર્ધા રહેશે. આ વર્ષે રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત સ્લોગન ગ્રુપ રંગોળી રાખવામાં આવી છે.જેમાં, સ્પર્ધકે રંગોળી સાથે રાજકોટ વિશે પોઝીટીવ સ્લોગન લખવાનું રહેશે. કુલ ૨૫ રંગોળી સ્લોગન સાથેની રહેશે. જેમાં, પ્રથમ પાંચ વિજેતાને .૫૦૦૦ ઇનામ તરીકે આપવામાં આવશે. આ રંગોળીની સાઇઝ ૫૧૫ની રહેશે.આ ઉપરાંત ૫૦૦ રંગોળી વ્યકિતગત સ્પર્ધાની રહેશે જેની સાઇઝ ૫૫ ની રહેશે. આ સ્પર્ધામાં પ્રથમ ૧૧ને પિયા ૫૦૦૦ ઇનામ તરીકે આપવામાં આવશે. આ ઉપરાંત અન્ય ૫૧ સ્પર્ધકને પિયા ૧૦૦૦ આશ્વાસન ઇનામ તરીકે આપવામાં આવશે.
રેસકોર્સ રિંગ રોડ ફરતે તા.૨૯ને મંગળવારના સ્પર્ધકો દ્રારા રંગોળી તૈયાર કરાશે. યારે સ્પર્ધકો દ્રારા તૈયાર કરવામાં આવેલ રંગોળી તા.૩૦ અને તા.૩૧ના રોજ તેમ બે દિવસ સુધી શહેરીજનોને નિહાળવા ખુલી મુકાશે.
ઉપરોકત કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, મેયર નયનાબેન પેઢડીયા, સાંસદ પરસોતમભાઈ પાલા, સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જિલ્લા કલેકટર પ્રભવ જોષી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઇ મોલિયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પેારેટરો, અધિકારીઓ–કર્મચારીઓ તથા ચિત્રનગરીના જીતુભાઇ ગોટેચા અને તેની સમગ્ર ટીમ તેમજ જાણીતા લેખક જય વસાવડા ઉપસ્થિત રહેશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા આયોજિત ઉપરોકત તમામ કાર્યક્રમોમાં ઉત્સાહભેર જોડાવા રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષના દંડક મનિષભાઇ રાડિયા સહિતના પદાધિકારીઓ દ્રારા જાહેર જનતાને ભાવભયુ આમંત્રણ પાઠવાયું છે
શહેરમાં શણગાર, આંગણામાં અંધકાર...
રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશન દ્રારા દિવાળી પર્વ નિમિતે રેસકોર્સ રિંગ રોડ સહિત સમગ્ર શહેરને શણગારી રોશનનીનો ઝગમગાટ પાથરવા લાઇટિંગ ડેકોરેશનની કામગીરી ચાલી રહી છે, બીજી બાજુ રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશનની ઢેબર રોડ સ્થિત મુખ્ય સેન્ટ્રલ ઝોન કચેરી સંકુલમાં અનેક ટુબ લાઇટસ બધં હોય કચેરીના આંગણામાં જ અંધકાર સર્જાયો હતો, ગઇકાલે લેડર વાન મંગાવી બધં પડેલી લાઇટસનું રિપેરિંગ કરાયું હતું તે ઉપરોકત તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે. શહેરમાં દિવાળી ટાણે અનેક સ્ટ્રીટ લાઇટસ બધં છે ત્યારે ફકત કચેરીની લાઇટસનું રિપેરિંગ જ શા માટે ? જો વગર કહ્યે કે વગર ફરીયાદ કર્યે બધં પડેલી તમામ સ્ટ્રીટલાઇટસ રિપેર થશે તો સામાન્ય શહેરીજનો એવું અનુભવશે કે દિવાળી આવી. આમ પણ દિવાળી પ્રકાશનું પર્વ છે
દીપાવલી પર્વ અંતર્ગત આજે અટલ સરોવર ખાતે આજે સાંજે પાંચથી છ દરમિયાન બાઇક સ્ટટં શો યોજાનાર છે તેમજ આગામી તહેવારો દરમિયાન અન્ય વિવિધ આકર્ષક કાર્યક્રમો યોજાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech