લાખાજીરાજ રોડ સહિત બજારોને દિવાળીનો શણગાર: વેપારીઓ દ્રારા રામ દરબારનું સ્થાપન

  • January 19, 2024 05:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરની વિવિધ બજારોમાં દિવાળીનો માહોલ સર્જાયો છે અને દિવાળીના પંચામૃત તહેવારોની જેમ રામલીલાની પ્રતિા મહોત્સવ ની ઉજવણીનો ઉત્સાહ વેપારીઆલમમાં જોવા મળ્યો છે. શહેરની રાજવીકાળથી આવેલી લાખાજીરાજ રોડ, સાંગણવા ચોક, ઘીકાટા રોડ ધર્મેન્દ્ર રોડ સહિતની બજારોમાં દિવાળીની જેમ રોશનીનો ઝગમગાટ કરવામાં આવ્યો છે. અયોધ્યા માં ઉજવાઈ રહેલા રામ મહોત્સવની ખુશાલીમાં રાજકોટમાં પણ લાખાજીરાજ રોડ વેપારી સંગઠન દ્રારા ભવ્ય રામ દરબારનું સ્થાપન કરવામાં આવશે. સોમવારે લાખાજીરાજ રોડથી લઈ વિશ્રામ હોટલ સુધી ભગવાન રામના જીવન ચરિત્રને દર્શાવતા ૧૫ જેટલા વિશાળ ફોટો મૂકવામાં આવશે સાથોસાથ શાક્રોકતવવિધિ અને પૂજાના સાથે રામ દરબાર નો સ્થાપન અને સાંજ સુધી મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે.
સર લાખાજીરાજ વેપારી સંગઠનના પ્રમુખ મૌલિક સિંહ વાઢેર અને ઉપપ્રમુખ હરેશ દાસાણીએ જણાવ્યું હતું કે, પ્રભુ શ્રીરામના આગમનને વધારવા માટે વેપારી સંગઠન દ્રારા દરેક દુકાનો અને બિલ્ડીંગોને રોશનીના શણગાર દિવાળીની જેમ કરવામાં આવ્યા છે. જેમ દિવાળીના પર્વને ઉજવવામાં આવે છે તેવી જ રીતે અયોધ્યા મહોત્સવના આ પર્વને ઉજવવા માટેનું દરેક વેપારીઓએ નક્કી કયુ છે બજારમાં આવતા દરેક ગ્રાહકોને આ દિવસે એવું લાગશે કે જાણે તેવો અયોધ્યામાં જ આવી પહોંચ્યા હોય તેવી સુંદર આયોજન કરવામાં આવ્યું છે સવારે ૯ વાગ્યાથી લઈને રાત્રે ૧૦ વાગ્યા સુધી મહાપ્રસાદ નું વિતરણ કરવામાં આવશે ત્યારબાદ સાંજે ૭:૦૦ વાગ્યે બધા જ વેપારીઓ ભેગા મળીને મહાઆરતી કરશે.

સોમવારના પવિત્ર દિવસે વિશ્રામ હોટલ ખાતે લાખાજીરાજ રોડ વેપારી એસોસિએશનના સભ્યો અને અન્ય દુકાનદારો એકત્ર થઈ પૂજન અને હવન સાથે વિશાળ રામ દરબારનું ભવ્ય સ્થાપન કરવાના છે.
આ ઉપરાંત લાખાજીરાજ રોડથી લઈ બજાર સુધી ભગવાન રામના વનવાસથી લઈ લંકા પરનો વિજય અને લવ કુશ સાથે અશ્વમેઘ સહીત ભગવાન રામના જીવન ચરિત્રને તસવીરો પે કંડારવામાં આવ્યા છે. આ તસવીરો બજારમાં લગાવવામાં આવશે અને ભાવિકો દર્શનનો લાભ લેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application