રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજીત રંગીલું રાજકોટ દિવાળી ઉત્સવ (દિવાળી કાર્નિવલ)નો શુભારંભ ગઇકાલે તા.27ને રવિવારના રોજ સાંજે 5:30 વાગ્યે આર.એમ.સી.પ્લોટ, કિશાનપરા ચોક પાસે, રેસકોર્ષ રિંગ રોડ ખાતેથી રાજકોટના સાંસદ પરસોતમભાઇ રૂપાલાના હસ્તે કરવામાં આવ્યો હતો.
આ શુભારંભ કાર્યક્રમ અંતર્ગત રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂપાલાએ દિવાળીની સૌને શુભકામના પાઠવતા જણાવેલ કે, નગરના ઉત્સવના માહોલમાં રાજકોટ મહાનગરપાલિકા જોડાયું છે તે બદલ અભિનંદન પાઠવું છું. આ ઉત્સવ ઘરે ઘરે રંગોળી બનાવવાનો અને ફટાકડા ફોડવાનો છે. જેમાં, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આખા શહેરને એક કરીને ઉત્સવની ઉજવણી કરે છે. દિવાળી સમયે રંગોળી કરવી, ફટાકડા ફોડવા અને લક્ષ્મી પૂજા કરવી એ આપણા પૂર્વજોએ ચીલો ચાલુ કર્યો છે. આ પ્રણાલીને આપણે આજે પણ મનાવીએ છીએ. ગામડામાં સવારે વહેલા ચાર વાગ્યે રામ રામ કરવાની પ્રણાલી સાથે મોઢું મીઠું કરી નવા વર્ષની શુભકામના પાઠવે છે. પરિવારમાં, કુટુંબમાં અથવા કાર્યકતર્િ સાથે જો અણબનાવ થયો હોય તેને નવા વર્ષમાં રામ રામ કરવાથી તમામ અણબનાવ ભૂલાય જાય છે. અંધકારમાંથી પ્રકાશનું પર્વ એટલે દિવાળી પર્વ પ્રભુ શ્રીરામ જ્યારે પોતાના ઘરે અયોધ્યા પધાયર્િ તે દિવસને દિવાળી ઉત્સવ મનાવવામાં આવે છે. દિવાળીના તહેવારોમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ દિવસની ઉજવણી કરે છે. જેમાં, બહેનો દ્વારા મોટા પાયે રાજકોટના આંગણે રંગોળી કરવાના છે આવું ભવ્ય આયોજન કરવા બદલ રાજકોટ મહાનગરપાલિકાને ફરી એકવખત અભિનંદન પાઠવું છું.
કાર્યક્રમની શરૂઆતમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્પોટ્ર્સ એન્ડ રી-ક્રિએશન ક્લબ દ્વારા સાંજે 5:30 કલાકથી કરા ઓકે મ્યુઝિકલ કાર્યક્રમ યોજવામાં આવેલ. આ કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય સાંસદ સહિતના મંચસ્થ મહાનુભાવોના હસ્તે કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. આ કાર્યક્રમનું શાબ્દિક સ્વાગત પ્રવચન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર દ્વારા કરવામાં આવ્યું. મંચસ્થ મહાનુભાવોનું ખાદીના રૂમાલ અને પુષ્પ અર્પણ કરી સ્વાગત કરાયું હતું, ઉપસ્થિત મહાનુભાવો દ્વારા રીબીન કટ કરી ઉદ્ઘાટન બાદ બગીમાં બેસી રેસકોર્ષ રીંગ રોડની રોશની નિહાળી હતી.
ઉપરોક્ત કાર્યક્રમમાં સાસંદ પરસોતમભાઈ રૂપાલા, મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતા શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ પૂજાબેન પટેલ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, શિશુ કલ્યાણ ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિ ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, શિક્ષણ સમિતી ચેરમેન વિક્રમભાઈ પૂજારા, કોર્પોરેટરોમાં વિનુભાઈ સોરઠીયા, દેવાંગભાઈ માંકડ, પુષ્કરભાઈ પટેલ, જીતુભાઈ કાટોડીયા, બીપીનભાઈ બેરા, હાર્દિકભાઈ ગોહિલ, મંજુબેન કુગસીયા, મહિલા મોરચા પ્રમુખ કિરણબેન માંકડીયા, નાયબ કમિશનર હર્ષદ પટેલ, સહાયક કમિશનર સમીર ધડુક, બી.એલ.કાથરોટીયા, સહાયક કમિશનર અને પી.એ.ટુ કમિશનર ડો.એન.કે.રામાનુજ, પયર્વિરણ ઈજનેર પ્રજેશ સોલંકી, સિટી એન્જીનીયર અતુલ રાવલ, બી.ડી.જીવાણી, ચીફ ફાયર ઓફિસર અમિત દવે, મેનેજર અને પી.એસ.ટુ મેયર વિ.ડી.ધોણીયા, મેનેજર અને પી.એસ.ટુ ચેરમેન હિમાંશુ મોલિયા, મેનેજર કૌશિક ઉનાવા, મનીષ વોરા, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નીલેશ કાનાણી, નીરજ વ્યાસ, નાયબ પયર્વિરણ ઈજનેર વલ્લભ જીંજાળા, દિગ્વિજયસિંહ તુવર, નાયબ આરોગ્ય અધિકારી ડો.હાર્દિક મહેતા તથા રાજકોટ મહાપાલિકાના અધિકારી-કર્મચારીઓ, સંગઠનના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMબંધારણમાં સમાજવાદી-સેક્યુલર જેવા શબ્દો ઉમેરવાના કેસમાં ચુકાદો અનામત; કોર્ટે કરી મહત્વપૂર્ણ ટિપ્પણીઓ
November 22, 2024 05:00 PMવિનોદ તાવડેએ 5 કરોડના આરોપમાં રાહુલ ગાંધી અને ખડગેને 100 કરોડની નોટિસ મોકલી
November 22, 2024 05:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech