મધ્યપ્રદેશની છતરપુર પોલીસે એક હત્યા કેસનો ખુલાસો કર્યો હતો જેમાં મુખ્ય આરોપીએ યુવકની હત્યા કરતા પહેલા શ્રાવણ મહિનામાં 11 દિવસ સુધી ઉપવાસ કર્યા હતા અને ઉપવાસ પૂર્ણ થયાના બીજા જ દિવસે તેણે તેના સાગરિતો સાથે મળીને યુવકની હત્યા કરી હતી. કોઈને સુરાગ ન મળે તે માટે હાથ-પગ બાંધી લાશ નદીમાં ફેંકી દીધી હતી. ત્યારબાદ મૃતકની બાઇકને નજીકના કૂવામાં ફેંકી આરોપીઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા.
જ્યારે યુવક શિવમ મિશ્રા (26 વર્ષ) ઘટના પછી ક્યાંય મળ્યો ન હતો, ત્યારે પરિવારે 1 ઓગસ્ટના રોજ લગભગ 9:30 વાગ્યે સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે શિવમ મિશ્રાની શોધખોળ કરી અને સંબંધિત લોકોની પૂછપરછ કરતાં મામલો સામે આવ્યો જેનાથી બધા ચોંકી ગયા.
પોલીસ કેપ્ટન અગમ જૈને પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, દિવ્યાંશુ પાલિયા અને શિવમ મિશ્રા વચ્ચેની દુશ્મની એક મહિલા સાથે વાત કર્યા બાદ શરૂ થઈ હતી. વાત એટલી હદે વધી ગઈ કે દિવ્યાંશુ પાલિયાએ શિવમ મિશ્રાને મારવાનું નક્કી કર્યું.
દિવ્યાંશુએ સૌપ્રથમ શ્રાવણ મહિનામાં 11 દિવસનો ઉપવાસ રાખ્યો હતો અને પૂર્ણ થયાના બીજા દિવસે એટલે કે 1લી ઓગસ્ટે તેના મિત્ર રાહુલ વિશ્વકર્મા અને અન્ય બે લોકો સાથે મળીને તેણે શિવમ મિશ્રાની હત્યા કરવાની યોજના બનાવી હતી.
વાસ્તવમાં, રાહુલ વિશ્વકર્મા સીસીટીવી કેમેરાની દુકાન ધરાવે છે અને તેણે સીસીટીવી કેમેરા રિપેર કરવાના બહાને શિવમ મિશ્રાને પોતાની દુકાન પર બોલાવ્યો હતો. તમામ આરોપી સાથીઓએ મળીને દુકાનમાં જ શિવમને માર માર્યો હતો. આ ઘટનાની કોઈને જાણ ન થાય તે માટે પણ મોટું આયોજન કરવામાં આવ્યું હતું.
આરોપીઓએ પહેલા મૃતદેહના હાથ-પગ દોરડા વડે બાંધ્યા હતા અને પછી તેને પોતાના ફોર વ્હીલરમાં રાખીને ધાસણ નદીના કિનારે લઈ ગયા હતા અને લાશને નદીમાં ડુબાડી દીધી હતી.
બીજી તરફ મૃતકની બાઇક નજીકના કૂવામાં ફેંકી દેવાઇ હતી જેથી કોઇ પુરાવા ન મળે. પરંતુ જ્યારે પોલીસે આ મામલે ગંભીરતા દાખવી અને ઝીણવટભરી તપાસ કરી ત્યારે ધીમે ધીમે ઘટનાના પડદા ખુલવા લાગ્યા અને માત્ર 48 કલાકમાં પોલીસને સફળતા મળી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધ્રોલના હરીપર ગામે સોલારના કોપર વાયરની ચોરી, શું બોલ્યા ડીવાયએસપી...?
December 23, 2024 12:54 PMરણજીતસાગર રોડ પર ગેરકાયદે દુકાનોના બાંધકામ પર બુલડોઝર
December 23, 2024 12:32 PMજામનગરમાં ઘુઘરા વહેંચતા યુવાને મેળવ્યુ બીએસએફમાં સ્થાન
December 23, 2024 12:29 PMદ્વારકામાં 1108 આહિર બાળકો દ્વારા ભગવદ્ ગીતાના શ્ર્લોકોનું સમૂહ પઠન
December 23, 2024 12:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech