દિવ્યાંકાની બહાદુરી: તૂટેલા હાથ સાથે કર્યો ગજબનો સ્ટંટ

  • May 07, 2024 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

થોડા દિવસો પહેલાં દિવ્યાંકા ત્રિપાઠીને હાથમાં ઇજા થઇ હતી અને સર્જરી કરાવવાની ફરજ પડી હતી. પરંતુ હાલમાં એક વીડિયો સામે આવ્યો છે જે જોઇને લોકો દંગ રહી ગયા છે. આ વીડિયોમાં એક્ટ્રેસ ગજબનો સ્ટંટ કરતી જોવા મળે છે.‘યે હૈ મોહબ્બતે’ એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠ ભલે આ દિવસોમાં ટીવીથી દૂર હોય, પરંતુ સોશિયલ મિડીયામાં સુપર એક્ટિવ રહે છે. આ દિવસોમાં દિવ્યાકાં ત્રિપાઠી એની તસવીરો અને વીડિયો શેર કરીને ચર્ચામાં રહેતી હોય છે. ફરી એક વાર દિવ્યાંકા એના લેટેસ્ટ વીડિયોને લઇને ચર્ચામાં રહે છે. આ વીડિયોમાં અભિનેત્રી એના તૂટેલા હાથની સાથે ગજબનો સ્ટંટ કરતી જોવા મળી. એક્ટ્રેસનો આ વીડિયો જોઇને લોકો છક થઇ ગયા છે. આમ, વાત કરવામાં આવે તો દિવ્યાંકા ત્રિપાઠી હંમેશા કોઇને કોઇ વાતને લઇને ચર્ચામાં રહેતી હોય છે.


દિવ્યાંકા ત્રિપાઠી આ દિવસોમાં ઇજાગ્રસ્ત છે. હાથમાં ભયંકર ઇજા થઇ હતી ત્યારબાદ એક્ટ્રેસને સર્જરી કરાવવી પડી હતી. જો કે તૂટેલા હાથે એટલે કે સર્જરી કરાવ્યા પછી એક્ટ્રેસે એવું કારનામું કર્યું કે વીડિયો વાયરલ થઇ રહ્યો છે. થોડા સમય પહેલાં દિવ્યાંકાએ સોશિયલ મિડીયા હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે જે વાયરલ થઇ રહ્યો છે.


દિવ્યાંકાનો સ્ટંટ વીડિયો જોઇને ફેન્સ થયા ફિદા

દિવ્યાંકાએ જે વીડિયો શેર કર્યો છે એમાં એક્ટ્રેસ પતિ દ્રારા આપવામાં આવેલી એક ચેલેન્જને પૂરી કરતી જોવા મળી છે. જેનું નામ જૂતા બેલેન્સ મોબિલિટી ચેલેન્જ છે. જેમાં દિવ્યાંકાએ એના એક પગ પર બીજો પગ મુકીને બેલેન્સ કરતા નજરે પડી રહી છે. દિવ્યાંકાએ એક પગ પર હાથ લગાવ્યા વગર જૂતાને બેલેન્સ કર્યા અને પછી ફરીને યુ ટર્ન લીધો. ઇજાગ્રસ્ત હાલતમાં એક્ટ્રેસનો આ વીડિયો જોઇને લોકો છક થઇ ગયા છે. આ વીડિયો જોઇને સોશિયલ મિડીયામાં યુઝર્સે વખાણ કરતા થાકતા નથી. એક્ટ્રેસનો આ વીડિયો લોકો લાઇક અને શેર કરી રહ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application