અભિનેત્રીએ વીડિયો શેર કરીને ગુસ્સો ઠાલવ્યો
જાણીતી અભિનેત્રી દિવ્યા દત્તાને એરપોર્ટ પર ખરાબ અનુભવ થયો હતો જેનો વિડીઓ શેર કરી તેને બળાપો ઠાલવ્યો હતો.દિવ્યા દત્તાએ ગુરુવારે એરપોર્ટનો એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો સાથે દિવ્યાએ એરલાઈન કંપનીની ગેરરીતિઓને સખત ઠપકો આપ્યો છે.
લગભગ 138 બોલિવૂડ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી દિવ્યા દત્તા એક એરલાઇન કંપની પર ગુસ્સે થઈ ગઈ હતી. એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને પોતાનું દુખ વ્યક્ત કર્યું છે. જ્યારે દિવ્યા દત્તા ફ્લાઈટ લેવા પહોંચી તો ત્યાં કોઈ મળ્યું ન હતું. તેને ખબર પડી કે ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે, જેના વિશે તેને જાણ કરવામાં આવી ન હતી. આટલું જ નહીં, તેને એરપોર્ટ પર એવો કોઈ સ્ટાફ નહોતો મળ્યો કે જેની પાસેથી તે મદદ લઈ શકે. ઉલટાનું દિવ્યા દત્તાએ કહ્યું કે તેની સાથે પણ ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું.
દિવ્યા દત્તાએ ઈન્સ્ટાગ્રામ પર તે ગેટનો વીડિયો શેર કર્યો છે જ્યાંથી ફ્લાઈટ ટેકઓફ થાય છે. તે ગેટ પર ફ્લાઇટનો એક પણ કર્મચારી હાજર નથી કે જેની પાસેથી માહિતી મેળવી શકાય.
કેપ્શનમાં ઈન્ડિગો ફ્લાઈટને ટેગ કરતાં તેણે લખ્યું, ‘સવારના ખૂબ જ ભયંકર અનુભવ માટે આભાર. રદ થયેલી ફ્લાઇટ વિશે કોઈ માહિતી નથી… હું રદ થયેલી ફ્લાઇટમાં ચેક ઇન કરી રહી છું. ગેટ પર ફ્લાઇટની જાહેરાત સંભળાતી નથી.
મુસાફરો સાથે ગેરવર્તન
અભિનેત્રીએ આગળ લખ્યું, ‘મદદ કરવા માટે કોઈ કર્મચારી નથી! એક્ઝિટ ગેટ પર ઘણી હેરાનગતિ થઈ હતી અને ઈન્ડિગો, ઈન્ડિગો એરવેઝનો કોઈ સ્ટાફ હાજર નહોતો… અને મુસાફરો સાથે ખૂબ જ ખરાબ વર્તન થયું છે. મારા શૂટિંગ પર અસર પડી હતી. અને હું ખૂબ જ પરેશાન છું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનવરાત્રિ દરમિયાન સિંહ સહિત આ 4 રાશિઓનું ચમકશે ભાગ્ય, આર્થિક બાબતોમાં રહેવું સાવધાન
October 05, 2024 09:28 AMછત્તીસગઢમાં મોટું એન્કાઉન્ટર, અત્યાર સુધીમાં 32 નક્સલવાદીના મોત, હથિયારોનો મળી આવ્યો જથ્થો
October 04, 2024 09:28 PMકલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની યોજાઈ બેઠક
October 04, 2024 09:01 PMરાજ્યભરની આરટીઓમાં શનિવાર 5 ઓક્ટોબરે ટ્રેક ડ્રાઈવિંગ ટેસ્ટ નહીં લેવાય
October 04, 2024 08:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech