દેવભૂમિ દ્વારકાના દરિયામાં સંશોધન: પુરાતત્ત્વ વિભાગ દ્વારા સમુદ્રમાં ગરકાવ સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા પ્રયાસો: દરિયામાં ત્રિસ્તરીય સંશોધન કાર્ય...
યાત્રાધામ દ્વારકામાં આર્કોલોજીકલ સર્વે ઓફ ઈન્ડીયાની ટીમ દ્વારા દરીયાઇ સંશોધન ચાલી રહયુ છે.વિભાગના વડા આલોક ત્રિપાઠી દ્વારા હાલમાં ચાલી રહેલ સંશોધન કાર્યની માહિતી આપતા જણાવેલ કે, દ્વારકાએ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પુરાતત્વીય દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનું હોય, પુરાતત્વવિદ અને ઈતિહાાસકારો દ્વારા એક સદીથી વધુ સમયથી આ વિસ્તારમાં કામગીરી કરવામાં આવી રહી છે.
આર્કોલોજી વિભાગ દ્વારા આ પહેલા વર્ષ 1979 માં સંશોધન કાર્યની શરૂઆત કરાઇ. જે બાદમાં 2005 થી 2007 સુધી લેન્ડ વોટર અને સબંધિત વિભાગમાં સંશોધન કાર્ય હાથ ધરવામાં આવ્યુ. આ સમયે વિભાગ દ્વારા 2 નોટીકલ માઈલ બાય 1 નોટીકલ માઈલ જેટલા વિશાળ વિસ્તારમાં સર્વે હાથ ધરાયો, પરન્તુ મર્યાદિત સમય અને સંશાધનને કારણે 50 મીટર બાય 50 મીટરના ઓબ્જેકટીવ અને લીમીટેડ વિસ્તારમાં જ ખોદકામ કર્યુ.
હવે સરકાર દ્વારા સમગ્ર દ્વારકા તથા બેટ દ્વારકા વિસ્તારમાં સંશોધન કાર્ય હાથ ધરાનાર હોય, આર્કોલોજીકલ સર્વે ઓફ ઈન્ડીયા દ્વારા અન્ડરવોટર આર્કોલોજીકલ વિંગની રચના કરાઈ છે જેમાં આર્કોલોજીકલ વિભાગની ટીમો દ્વારા સમગ્ર વિસ્તારમાં નવા સર્વે અને આર્કોલોજીકલ સર્વે હાથ ધરવામાં આવી રહયા છે જેનો ઉદ્દેશ્ય આ વિસ્તારના ઐતિહાસિક મહત્વને વિશ્વફલક પર ઉજાગર કરવાનો રહેશે. પ્રથમ ફેઈઝમાં ગોમતી નદીના મુખ પાસે થોડા સમય પહેલા અને હાલમાં પણ ડાઈવીંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે.
હાલમાં ત્રણ ટીમો જેમાં બે ટીમ બેટ દ્વારકા અને એક ટીમ દ્વારકામાં કાર્યકત કરવામાં આવી છે અને હાલમાં આર્કોલોજી વિભાગ દ્વારા નવા મેમ્બર્સને ટ્રેનીંગ સાથે ભરતી કરવામાં આવનાર છે જેમના દ્વારા આ સમગ્ર ઐતિહાસિક મહત્વ ધરાવતાં દ્વારકા પંથકમાં સઘન અધ્યયન અને સંશોધનકાર્ય હાથ ધરી નવા સંસ્કરણો સાથે નવી માહિતી વિશ્વફલક પર ઉપલબ્ધ કરાશે. સરકારનું આગામી આયોજન આ સમગ્ર વિસ્તારમાં સીસ્ટેમેટીકલી સંશોધનકાર્ય હાથ ધરવાનું હોય, ટૂંક સમયમાં જ આ સંશોધન કાર્યના સફળ પરીણામો જોવા મળશે તેવો આશાવાદ પણ તેમણે વ્યકત કર્યો હતો.
સરકારના ભવિષ્યના પ્રોજેકટમાં સમુદ્રમાં ડૂબી ગયેલી દ્વારકાને નિહાળી શકાય તેવી અન્ડર વોટર વ્યુઈંગ ગેલેરીની ભેટ આપવાની જાહેરાત કરાયા બાદ હાલના આ સંશોધન કાર્યથી સરકારના આ મહાત્વાકાંક્ષી પ્રોજેકટના સર્વેક્ષણ બાદ અમલીકરણમાં પણ ઉપયોગી સાબિત થશે તેમ જાણકારોનું માનવું છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ભવિષ્યમાં આ સંશોધનોને નરી આંખે જોઈ શકે તેવી પણ યોજના હોય તે દિશામાં પણ પગલાં લેવાઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશિયાળે કેબલ કામગીરી કરે નહીં હવે આ જાડી ચામડીના અધિકારીઓને આ કામગીરી મહત્વની લાગી
March 31, 2025 10:47 AMતમે પીછેહઠ કરશો તો નાટો સભ્યપદ ભૂલી જાવઃ ટ્રમ્પ ઝેલેન્સકી પર ગુસ્સે થયા
March 31, 2025 10:37 AMટ્રમ્પની 2 એપ્રિલની ટેરિફ ડેડલાઈન પહેલાં વ્હાઇટ હાઉસના અધિકારીઓ મૂંઝવણમાં
March 31, 2025 10:32 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech