સુદામાપુરીમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો દિવ્ય પ્રારંભ

  • November 25, 2024 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરમાં ભાગ્યવિજય હિંમતલાલ દવે ટ્રસ્ટ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહનો દિવ્ય પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે પોથીયાત્રામાં વિશાળ સંખ્યામાં અગ્રણીઓ અને શહેરીજનો જોડાયા હતા.
સનાતની સમાજના સેવાના ઉત્કર્ષ માટે સદાય કાર્યરત ભાગ્ય વિજય હિંમતલાલ દવે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નગરપાલિકા પાર્ટીપ્લોટ ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. સોમવારથી તેનો પોથીયાત્રા સાથે ભવ્ય પ્રારંભ થયો હતો. દવે પરિવારના સર્વે પિતૃઓના મોક્ષાર્થે તથા સર્વજન શ્રેયાર્થે આયોજિત આ દિવ્ય કથામાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના કૃપાપાત્ર શિષ્ય શ્યામભાઇ ઠાકર કથાનું રસપાન કરાવશે.
તા. ૧-૧૨-૨૦૨૪ સુધી બપોરે બે વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી નગરપાલિકા પાર્ટીપ્લોટ ખાતે ભાગવત કથા  યોજાશે. જેમાં વકતા શ્યામભાઇ ઠાકર પોતાની આગવી શૈલીમાં સંગીતની સુરાવલીઓ સાથે સૌ ભકતજનોને પાપહારીણી, પુણ્યદાયી પ્રભુપ્રતિદાયીની શ્રીમદ્ ભાગવત કથાનું રસાળ શૈલીમાં રસપાન કરાવશે.  આજે સવારે ૧૦ વાગ્યે ભાગ્યવિજય હિંમતલાલ દવે ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યાલયથી ભવ્ય પોથીયાત્રા નીકળી હતી. તા. ૨૭-૧૧ને બુધવારે કથામાં નૃસિંહ જન્મોત્સવ ઉજવવામાં આવશે, તા. ૨૮-૧૧ ગુરુવારે વામન જન્મોત્સવ, શ્રીરામ જન્મોત્સવ અને શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. ત્યારબાદ તા. ૨૯-૧૧ના શુક્રવારે ગોવર્ધનપૂજા કરવામાં આવશે. તા. ૩૦-૧૧ શનિવારે ‚કમણી વિવાહ યોજાશે. સાંજે ૬ કલાકે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે.તા. ૧-૧૨-૨૦૨૪ રવિવારે સવારે ૯:૩૦થી ૧૨:૩૦ કથાને વિરામ અને આ સાથે જ સર્વરોગ નિદાન કેમ્પનું  પણ આયોજન કરવામાં આવ્યુ છે. તા. ૨૫-૧૧-૨૦૨૪ થી ૩૦-૧૧-૨૦૨૪ સુધી દરરોજ  કથા શ્રવણ બાદ તમામ શ્રોતાઓ માટે મહાપ્રસાદી ‚પે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.
સનાતન હિન્દુ ધર્મ તેમજ હિન્દુ સંસ્કૃતિની અખંડિતતા જળવાઇ રહે એ ભાવનાથી સનાતન સમાજના તમામ ભકતજનોને ભક્તિ, મુક્તિ પ્રદાન કરનાર, સર્વે પિતૃઓનો ઉધ્ધાર કરનાર તથા પ્રત્યેક જીવનું કલ્યાણ કરનાર આ પાવન પ્રસંગમાં સહપરિવાર પધારી કથા‚પી જ્ઞાન ગંગામાં સ્નાન કરી પોતાનું તથા પોતાના કુળનું કલ્યાણ કરવા અને કરાવવા તમામને ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.
શ્રીમદ્ ભાગવત સપ્તાહજ્ઞાનયજ્ઞને સફળ બનાવવા ભાગ્યવિજય હિંમતલાલ દવે ચેરીટેબલ ટ્રસ્ટ પોરબંદરના નિવરભાઇ દવે તેમજ ધવલભાઇ દવેના માર્ગદર્શન હેઠળ યજમાન પરિવારના હરીશભાઇ દવે,હર્ષાબેન દવે, અશ્ર્વિનભાઇ દવે, કીર્તિબેન દવે, મહેન્દ્રભાઇ દવે, પ્રજ્ઞાબેન દવે, ગં.સ્વ. રીટાબેન ભાગ્યવિજયભાઇ દવે, પરિમલભાઇ દવે, હેતલબેન દવે, ભાવિશાબેન દવે, નિલેશભાઇ દવે, મેહુલભાઇ દવે, પરીક્ષિતભાઇ દવે, હિતેશભાઇ દવે, રવિભાઇ દવે, ધવલભાઇ દવે, મૈત્રીબેન દવે, તુલસીબેન દવે, ધ્રીતીબેન દવે, હેરિતભાઇ દવે સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.
ભાગ્ય વિજય હિંમતલાલ દવે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં સુદર કામગીરી કરનાર લોકોનું ખાસ સન્માન કરવાનું અનોખુ આયોજન કરવામાં આવ્યુ છેે. જેમા તા. ૨૬ મંગળવારે કથાવાંચન બાદ બ્રહ્મસમાજના અગ્રણીઓ અને કર્મકાંડી બ્રાહ્મણોનું સન્માન કરવામાં આવશે.  તા. ૨૭-૧૧ના બુધવારે કથાવાંચન બાદ પોલીસ અધિકારીઓ તથા પત્રકાર મિત્રોનું સન્માન કરવામાં આવશે. તા. ૨૮-૧૧ના ગુરુવારે વાંચન બાદ દરેક સમાજના પ્રમુખોનું સન્માન કરવામાં આવશે. તા. ૨૯-૧૧ના કથાવંચન બાદ સફાઇ કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે. 
સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે દવે પરિવાર જહેમત ઉઠાવી રહ્યો છે અને પોરબંદરવાસીઓને પણ આ ધર્મોત્સવનો લહાવો લેવા નિમંત્રણ પાઠવાયુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application