જેસરમાં ૭૫મા પ્રજાસતાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીની આન, બાન, શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. બ.ગો. મહેતા વિદ્યાલય ખાતે યોજાયેલી ઉજવણીમાં હતી.
જિલ્લા કલેકટર આર.કે.મહેતાએ તિરંગાને સલામી આપી હતી. આ પ્રસંગે કલેકટરએ પોલીસ બેન્ડની સુરાવલીઓ વચ્ચે રાષ્ટ્રગીતના સમૂહગાન વચ્ચે ત્રિરંગો લહેરાવ્યો હતો. તેમણે પોલીસ પરેડનું પણ નિરીક્ષણ કર્યું હતું. દેશના મહાપુરૂષો એવાં મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને દેશના બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરને યાદ કરી તેમના પ્રત્યેનો કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કર્યો હતો. કલેકટરએ જણાવ્યું હતું કે, દેશની આઝાદી માટે જેમણે પોતાનું પોતાનું સર્વસ્વ ન્યોછાવર કર્યું છે એવાં દેશભક્તોને આજ વંદન કરવાનો અવસર છે. આવાં દેશભક્તોના બલિદાન થકી જ આજે આપણે આઝાદીની મુક્ત હવામાં શ્વાસ લઈ રહ્યાં છીએ. દેશની આઝાદી થી લઈ દેશમાં સુરાજ્ય સ્થપાય તે માટે કરેલાં તેમના કાર્યો ચિરકાળ સુધી સદાય જનમાનસમાં જીવંત રહેશે. વધુમાં જણાવ્યું હતું કે વર્ષ દરમ્યાન મારી માટી મારો દેશ, કળશ યાત્રા, વિકસીત ભારત સંકલ્પ યાત્રા અને સ્વચ્છતા અભિયાન થકી દેશ ૨૦૪૭ માં વિકસીત ભારતની સંકલ્પના તરફ આગળ વધી રહ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ વિભાગોના કર્મયોગીઓનું શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કર્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમ ન્યુ ગોલ્ડ હાઇસ્કુલ, બ. ગો. મહેતા વિદ્યાલય, રામનગર કે. વ. શાળા, કુમાર કન્યા શાળા દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. કલેકટરએ જેસર તાલુકાનાં વિકાસ માટે રૂા.૨૫ લાખનો ચેક નિવાસી અધિક કલેકટર એન.ડી. ગોવાણીને અર્પણ કર્યો હતો. આ ઉપરાંત કલેકટર અને મહાનુભાવોએ તાલુકા સેવા સદન ખાતે વૃક્ષારોપણ પણ કર્યુ હતું. અશ્વ દળ, મહિલા પોલીસ, જિલ્લા પોલીસ, એન.સી.સી.કેડેટ્સ તેમજ હોમગાર્ડના જવાનો, ઘોડેસવાર યુનિટ, મ્યૂઝિક પ્લાટુન, એન.સી.સી. કેડેટ્સ દ્વારા શાનદાર પરેડ કરવામાં આવી હતી. આ પરેડનું નેતૃત્વ પરેડ કમાન્ડન્ટશ મનિષાબેન દેસાઈ એ કર્યું હતું. આ કાર્યક્રમમાં ગારીયાધારનાં ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી, આગેવાન આર.સી.મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવા, જિલ્લા પોલીસ અધિક્ષક ડો.હર્ષદ પટેલ, જેસર પ્રિન્સિપાલ સિવિલ જજ રવિકુમાર ઢીવરે, નિવાસી અધિક કલેકટર એન. ડી. ગોવાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરુ, પ્રાદેશિક નગરપાલિકાની કચેરીના અધિક કલેકટર ડી. એન. સતાણી, મહુવા પ્રાંત અધિકારી ઈશિતા મેર, જેસર મામલતદાર હિરેન મૈસુરીયા આમંત્રિત મહેમાનો, પદાધિકારીઓ-અધિકારીઓ, વિદ્યાર્થીઓ, ગણમાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMજામનગરમાં સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
February 24, 2025 01:16 PMહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMરાજકોટ : આજી નદી 2માં ગાંડીવેલનું સામ્રાજય, દૂર કરવા માટે મનપાએ હાથ ધરી કામગીરી
February 24, 2025 12:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech