જિલ્લામાંથી ૧૫ શાળાના ૭૫થી વધુ વિદ્યાર્થીઓ વિજ્ઞાન મેળામાં સામેલ: ૧૯૦થી વધુ પ્રોજેક્ટનું પ્રદર્શન
ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત અને એમ ડી મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર ધ્રોલ દ્વારા જામનગર જિલ્લાના જિલ્લા કક્ષાના એક દિવસીય "વિજ્ઞાન મહોત્સવ " આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમનું ઉદ્ઘાટન સંસ્થાના સેક્રેટરી સુધાબેન ખંઢેરીયા અને ઈસરોના વિજ્ઞાનીઓની હાજરીમાં કરેલ સાથે રોકેટ લોન્ચિંગ કરી જામનગર એસ્ટ્રો ક્લબની શરૂઆત કરેલ.
આ વિજ્ઞાન મહોત્સવમાં ભારતમાં માત્ર ધ્રોલ પર કાર્યરત બાળકોને બાળવિજ્ઞાની બનાવતા કોર્ષ ચાઈલ્ડ સાયન્ટિસ્ટ કોર્ષ સામેલ તમામ બાળવિજ્ઞાનીઓ દ્વારા 190+ થી વધુ સાયન્સ , ટેક્નોલોજી , એન્જીનીયરીંગ , મેથ્સ આધારિત પ્રોજેક્ટ , પ્રવૃત્તિ પ્રયોગનો સ્ટેમ ફેર યોજેલ , 21મી સદીનું વ્યસન મોબાઈલનું પ્રદર્શન યોજેલ, ઈસરો વિજ્ઞાની દીપકભાઈ પંડ્યા , સતીશ રાવ , સચિન ચૌહાણની તજજ્ઞતામાં પ્રાથમિક વિભાગના બાળકો માટે ટેલિસ્કોપ મેકિંગ કાર્યશાળાનું આયોજન કરેલ જેમાં 15 શાળાના 75 વિદ્યાર્થી સામેલ થયા , માધ્યમિકવિભાગ માટે વેધર સેટેલાઇટ મેકિંગ કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ, જેમાં 15 શાળાના 75 બાળકો સામેલ થયા.
આ કાર્યક્રમના બીજા તબક્કામાં પ્રશ્ન તમારા જવાબ અમારા સેશનમાં ઈસરો વિજ્ઞાનીઓ દ્વારા પધારેલ 72 શાળાના 300 વિદ્યાર્થી અને શિક્ષકો માટે ખગોળ ક્ષેત્રના ઉદભવતા પ્રશ્નો પૂછ્યા જેને અનુલક્ષીને પધારેલ તજજ્ઞોએ તેના જવાબ આપ્યા.મહોત્સવના છેલ્લા સેશનમાં વિમેન સાયન્સ ક્લબની બહેનોને નારી રત્ન એવોર્ડ , ચાઈલ્ડ સાયન્ટિસ્ટ કોર્ષના બાળકોને વિજ્ઞાન રત્ન એવોર્ડ , ઈકોબ્રીક્સનું મહત્તમ કલેક્શન કરનારને અર્થ ઇકો ફ્રેન્ડ એવોર્ડ , જુદી જુદી જિલ્લા કક્ષાની સ્પર્ધાના વિજેતાઓને શિલ્ડ વિતરણ પધારેલ વિજ્ઞાનીઓના હસ્તે અર્પણ કરવામાં આવ્યા. લગભગ કુલ 80 જેટલી શાળાના બાળકો સમગ્ર જિલ્લામાંથી સામેલ થયા એ બદલ ડો સંજય પંડ્યા અને તેની ટીમને સંસ્થાના ચેરમેન ધર્મેશભાઈ મહેતા અને ટ્રસ્ટી મંડળના તમામ સભ્યોએ કાર્યરત તમામને અભિનંદન પાઠવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસરસવ, સૂર્યમુખી, મગફળીના તેલના ભાવ વધારાથી ફુગાવો વધવાની ભીતિ
March 21, 2025 10:20 AMગુજરાત હાઈકોર્ટે 'શંકાસ્પદ' અધિકારીઓની યાદી જાહેર કરવાના આદેશ પર રોક લગાવી
March 21, 2025 10:19 AMબાળ હિન્દુ સેના દ્વારા હનુમાનચાલીસાના પાઠ સાથે થયા સંકલ્પબધ્ધ
March 21, 2025 10:16 AMઆંતરરાષ્ટ્રીય કોલ્સ વધુ મોંઘા કરવાની તૈયારીઓ
March 21, 2025 10:12 AMદીકરીઓએ વિજ્ઞાન અને ટેકનોલોજીના અભ્યાસ અને કારકિર્દીમાં પ્રગતિ કરી
March 21, 2025 10:10 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech