જામનગરના એસપી પ્રેમસુખ ડેલુની અધ્યક્ષતામાં ગઈકાલે એસ.પી. કચેરી ખાતે જિલ્લાની ક્રાઈમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં જામનગર શહેર જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બાબતે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
જામનગરના એસપી પ્રેમસુખ ડેલુની આગેવાનીમાં શહેર વિભાગના ડીવાયએસપી જે. એન. ઝાલા, પોલીસ હેડ ક્વાર્ટરના ડીવાયએસપી વી. કે. પંડ્યા, જામનગર ગ્રામ્યના ડીવાયએસપી આર. બી. દેવધા, જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ વી. એમ. લગારીયા, એસ ઓ જી ના પી.આઈ.બી.એન. ચૌધરી, સીટી-એ ડિવિઝનના પીઆઇ એન એ ચાવડા સીટી-બી ડિવિઝન ના પી.આઈ. પી.પી. ઝા ઉપરાંત સીટી-સી ડિવિઝનના પી.આઈ. ડાભી, ટ્રાફિક શાખાના એમ.બી. ગજ્જર, થતા શહેર જિલ્લાના અન્ય પોલીસ મથકના તમામ પોલીસ ઇન્સ્પેક્ટર વગેરે આ ક્રાઈમ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા, અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા સંદર્ભે જરૂરી સૂચનો કરાયા હતા.