દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી બ્લેકઆઉટની અમલવારી કરવા નાગરિકોને જિલ્લા વહીવટી તંત્રનો અનુરોધ

  • May 12, 2025 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નાગરિકો, ઔદ્યોગીક એકમો તેમજ વિવિધ સંસ્થાઓને પ્રવર્તમાન પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લેતા સંભવિત આકસ્મિક આપત્તિને પહોંચી વળવા આગામી સૂચના ન મળે ત્યાં સુધી જિલ્લામાં સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી બ્લેકઆઉટની અમલવારી કરવા તેમજ જિલ્લા વહીવટી તંત્ર તરફથી આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અને અફવાઓથી દૂર રહેવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગરિકોને જિલ્લા વહીવટી તંત્ર તરફથી અનુરોધ કરવામાં આવે છે. 


આપાતકાલીન પરિસ્થિતિ સમયે શું કરવું:

• આપાતકાલીન કીટ તૈયાર કરો
• ઓળખપત્ર: આધારકાર્ડ, રેશન કાર્ડ, પાન કાર્ડ, બેંક પાસબુક વગેરેની નકલ
• આવશ્યક દવાઓ: દુખાવા માટે, તાવ, ઓ.આર.એસ, એન્ટિસેપ્ટિક, બેન્ડેજ વગેરે.
• પાણી: ઓછામાં ઓછું ૫-૬ લિટર પ્રતિ વ્યક્તિ
• ટોર્ચ, પાવર બેન્ક, રેડિયો (બેટરી દ્વારા ચાલતો)
• નજીકના શરણ સ્થળ(Evacutaion shelter) ની જાણકારી રાખવી
• સ્થળાંતર (Evacuation) દરમ્યાન મહિલાઓ, વડીલો અને બાળકોને પ્રાથમિકતા આપવી.
• બ્લેકઆઉટ દરમ્યાન પ્રશાસનને સહયોગ આપવો.
• યુદ્ધ દરમ્યાન આયોજિત રકતદાન શિબિરોમાં પોતાનો સહયોગ આપવો
• સ્થાનિક પ્રશાસનના સંપર્કમાં રહેવું
• સાયરન, લાઉડસ્પીકર,રેડિયો પર થતી ઘોષણાઓ પર તુરંત પ્રતિક્રિયા આપો
• માત્ર સરકારી અને વિશ્વસનીય સમાચાર સ્ત્રોતો દ્વારા જાણકારી મેળવો 

આપાતકાલીન પરિસ્થિતિ સમયે શું ન કરવું:
• બ્લેકઆઉટ દરિમયાન ઇન્વર્ટરનો ઉપયોગ ન કરવો
• સેના તથા સીમાની ગતિવિધિઓના ફોટા તથા વીડિયો ન બનાવવા
• સોશિયલ મીડિયા પર ખાનગી જાણકારી ન મૂકવી
• સેના તથા પોલીસની અનુમતિ વિના કોઈપણ રણનીતિક સ્થાન પર ન જવું
• ખોટી અફવાઓ પર ધ્યાન ન આપવું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application