જિલ્લા કલેકટર બી.કે.પંડયાના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીકટ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ સમિતિની બેઠક યોજાઈ

  • August 08, 2024 05:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જિલ્લા કલેકટર બી.કે.પંડયાના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીકટ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ સમિતિની બેઠક યોજાઈ

જામનગર તા.08 ઓગસ્ટ, જામનગર જિલ્લા કલેકટર શ્રી બી.કે.પંડયાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે ડિસ્ટ્રીકટ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ સમીક્ષા બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી શ્રી એસ.એન.પટેલ દ્વારા જિલ્લાના મહત્વપૂર્ણ નિર્દેશકો વિશે ઉપસ્થિત સર્વેને માહિતીગાર કરવામાં આવ્યા હતા. તેમજ જિલ્લાના આગામી વિકાસલક્ષી એક્શન પ્લાન બનાવવા અંગે સિનિયર પ્રોજેક્ટ એસોસીયેટ કમ કન્સલટન્ટ શ્રી એમ.એ.અંસારી દ્વારા પ્રેઝેન્ટેશન આપીને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. 

આ ઉપરાંત આગામી તારીખ 16 ઓગષ્ટના રોજ જામનગરમાં "વિકસિત જામનગર જિલ્લો @2047'' અંતર્ગત જિલ્લા કલેકટર શ્રી બી.કે.પંડયાના અધ્યક્ષસ્થાને વર્કશોપ યોજાનાર છે. જેના આયોજન બાબતે સર્વેને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિસ્તૃત ચર્ચા- વિચારણાના અંતે જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા સંબંધિત વિભાગોને જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 

ઉક્ત સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના નિયામકશ્રી, આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર સુશ્રી બી.બી.સુથાર અને સમિતિના અન્ય સભ્યો હાજર રહ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application