વોર્ડ નંબર 12માં નગરસેવક દ્વારા ડસ્ટબીનનું વિતરણ

  • February 13, 2024 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરના વોર્ડ નંબર 12 માં વસવાટ કરતા નાગરિકોને સ્થાનિક કોર્પોરેટરો દ્વારા ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવ્યું હતું, અને સૂકો-ભીનો કચરો ડસ્ટબીનમાં રાખવા અને તેનો યોગ્ય નિકાલ કરવા માટેનું જરૂરી સુચન કરાયું હતું. જામનગર શહેરના વોર્ડ નંબર 12 માં ઘાંચીની ખડકી નજીક ના વિસ્તારમાં વોર્ડ નંબર 12 ના નગરસેવક અસલમભાઈ ખીલજી તેમજ મહિલા કોર્પોરેટર વકીલ જેનબબેન ખફી દ્વારા લોકોના ઘેર ઘેર ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વેળા એ તેઓની સાથે સામાજિક કાર્યકર હાજી રિઝવાનભાઈ જુણેજા પણ જોડાયા હતા, અને અંદાજિત 500 થી વધુ ડસ્ટબીનનું વિતરણ કરાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application