જૂનાગઢમાં નવાબી સમયથી કાર્યરત જીમખાનાની જમીનની હક ચોકસી કરવામાં આવતા જમીન સરકારી હોવાનું સામે આવતા કલેકટરે કબજો લઈ હાલ કાર્યરત સંચાલન કમિટી વિખેરવામાં આવી હતી.
નવાબના સમયથી જૂનાગઢમાં જીમખાનું કાર્યરત છે. નવાબના અંગત શ્રેિ ઓ અન્ય રાયના રાજાઓ આવે તો તેમના માટે સ્પોટર્સ એકિટવિટી ને લઈ જીમખાનું બનાવવામાં આવ્યું હતું. આઝાદી બાદ તેનું સંચાલન માટે કમિટી બનાવવામાં આવી હતી અને હોદ્દાની એ કલેકટર ઉપાધ્યક્ષ અને જિલ્લ ા પોલીસ વડા છે. જીમખાનાની જમીન અંગે હક ચોકસી ની પ્રક્રિયા કરવામાં આવી હતી આ પ્રક્રિયા દરમિયાન સરકારી જમીન હોવાનું ખુલતા રેવન્યુ વિભાગ એ તેનો કબજો લીધો હતો. જેથી સીટી સર્વે નંબર ૯૭૨ વાડી મિલકત ૬૩૮૭.૩૯ ચોરસ મીટરની વિશાળ જમીન કમિટી પાસેથી સરકારે કબજે લઈ લીધી છે. અગાઉની વહીવટી કમિટીને બરખાસ્ત કરી આગામી દિવસોમાં વહીવટી અમલ માટેની દરખાસ્ત કરવામાં આવશે. હાલ જીમખાનામાં વહીવટદાર શાસન હોવાથી તેમાં આવેલ બેડમિન્ટન કોર્ટ, ટેનિસ કોર્ટ અને જીમ સહિતની તમામ રમતો ના વિભાગોને વહીવટી તત્રં દ્રારા કબજે કરી સીલ મારવામાં આવ્યું છે. અને જગ્યા પર મંજૂરી વગર પ્રવેશ ન કરવા પણ નોટિસ લગાવવામાં આવી છે.
જીમખાનાની મિલકતનો કબજો લેવા મામલતદાર, સીટી સર્વે સુપ્રીડન્ટ, જિલ્લા રમતગમત અધિકારી, નાયબ મામલતદાર (મહેસુલ), સર્કલ ઓફિસર અને ચાર રેવન્યુ તલાટીની કમિટી બનાવવામાં આવી હતી અને સમગ્ર પ્રક્રિયા દરમિયાન ઈમલા સહિતની મિલકતોનો કબજો લઈ લેવામાં આવ્યો છે.
છ વર્ષથી ચૂંટણી પ્રક્રિયા ન થતા સવાલ
વર્ષ ૨૦૧૮ છે જીમખાનાની ચૂંટણી જ કરવામાં આવી નથી મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં વહીવટી પ્રક્રિયાઓ કરી તમામ કાર્યેા કરવામાં આવતા હતા.વર્ષેા અગાઉ જીમખાનામાં સભ્ય થવા માટે માત્ર ૧૦ હજાર ફી હતી યારે હવે આજીવન સભ્ય થવા એક લાખ ફી છે. છેલ્લ ા છ વર્ષથી ચૂંટણી પણ ન થતા તત્રં દ્રારા આગામી દિવસોમાં સંચાલન અંગેની તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech