બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ દિશા પાટણીએ કરી મારામારી

  • April 29, 2023 09:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો કિક બોક્સિંગનો વીડિયો
  • દિશાએ સામેની વ્યક્તિને શાનદાર રીતે ધૂળ ચટાડી દીધી


એક સમયે ટોચની અભિનેત્રીઓમાં ગણાવવા લાગેલી બોલ્ડ એન્ડ નમણી એક્ટ્રેસ દિશા પાટણી બોયફ્રેન્ડ ટાઇગર શ્રોફ સાથેના બ્રેક અપ અને ખાસ કરીને નાકની સર્જરીને કારણે ફ્લોપ થતી ફિલ્મોથી વિસરાઇ રહી છે. છતાં તે કોઇને કોઇ રીતે લાઇમ લાઇટમાં જરુર રહે છે. તાજેતરમાં તે એક્સ બોયફ્રેન્ડ ટાઇગરની બહેન કૃષ્ણા શ્રોફ સાથે સ્પોટ થઇ હતી. તો હવે તેણે સોશિયલ મીડિયા પર મારામારીનો એક વીડિયો શેર કર્યો છે. જે ઝડપથી વાઇરલ થઇ રહ્યો છે.


આમ તો દિશા ની બોલ્ડનેસ હંમેશા ચર્ચામાં રહે છે. પરંતુ, આ વખતે બોલિવૂડની આ હસીનાની ફિટનેસને લોકોને ચોંકાવી દીધાં છે. વાઇરલ થઈ રહેલા આ લેટેસ્ટ વીડિયોમાં દિશા પટનીને કિક બોક્સિંગ કરતા જોવા મળી રહી છે.


બોલીવૂડની ઘણી હસીનાઓ અવારનવાર ફીટનેસ વીડિયો શેર કરીને લોકોને એક્સરસાઈઝ માટે પ્રોત્સાહિત કરતી રહે છે. દિશાનું નામ પણ તે એક્ટ્રેસિસમાંથી છે. હાલમાં જ એક્ટ્રેસે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે.


વીડિયોમાં તમે બોલિવૂડ એક્ટ્રેસને કિક બોક્સિંગ કરતા જોઈ શકાય છે. પોતાના અફેર્સ અને બ્રેકઅપના કારણે ચર્ચામાં રહેનારી બોલિવૂડની આ હસીના ક્યારેકને ક્યારેક પોતાની ફિટનેસને લઈને પણ લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની છે.


દિશાને આ રીતે એક્શન કરતા જોઈ ઘણાં લોકોની આંખો પહોળી રહી ગઈ છે. આ વીડિયોમાં દિશા ખૂબ જ શાનદાર કિક બોક્સિંગ કરી રહી છે. આ વીડિયોમાં છેલ્લે દિશા સામેની વ્યક્તિને ખૂબ જ શાનદાર રીતે પછાડતા જોવા મળી રહી છે. આ વીડિયોમાં દિશાની કિક ફાઈટિંગથી સૌ કોઈ ચોંકી ગયા છે.



થોડા દિવસ પહેલાં પણ દિશાનો જીમમાં કોઇને ધોલાઇ કરતો આવો વીડિયો આવ્યો હતો. જે તેના ફેન્સને બહુ ગમ્યો હતો. ત્યારે દિશા ટાઇગર સાથે રિલેશનમાં હતી. તેથી લોકોએ કોમેન્ટ કરી હતી કે બોયફ્રેન્ડે ગર્લફ્રેન્ડને સુરક્ષાની તાલીમ આપી દીધી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application