ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઇને ચર્ચાનો દોર યથાવત છે, કોંગ્રેસ દિગ્ગજ નેતા અહેમદ પટેલની દીકરી મુમતાઝ પટેલને પણ લોકસભા ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે. નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે હાઇ કમાન્ડને સલાહ આપી છે કે, સીઆર પાટીલની સામે મુમતાઝ પટેલને ટિકીટ આપવી જોઇએ. આ પછી નવસારી અને સુરત જિલ્લામાં કોંગ્રેસની બેઠકોનો દૌર શરૂ થયો છે.
ગુજરાતમાં ભચ લોકસભા બેઠક પર કોંગ્રેસ અને આપના ગઠબંધનથી અહીંની ટિકીટ ચૈતર વસાવાને મળી છે, આ બેઠક પર ચૈતર વસાવાને ટિકીટ મળતાં જ અહેમદ પટેલનો પરિવાર અને મુમતાઝ પટેલ નારાજ થયા હતા, જોકે હવે કોંગ્રેસ તેને મનાવવાના પ્રયાસ કરી રહી છે. સુત્રો અનુસાર માહિતી છે કે, કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં મુમતાઝ પટેલને મેદાનમાં ઉતારી શકે છે.
નવસારીથી કોંગ્રેસ મુમતાઝ પટેલને ટિકિટ આપે તેવી ચર્ચાએ જોર પકડું છે, આ ચર્ચા બાદ દક્ષિણ ગુજરાતમાં સુરત અને નવસારીમાં કોંગ્રેસના આગેવાનોની બેઠકોનો દૌર પણ શ થઇ ગયો છે. હાલમાં આ નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે સલાહ આપી છે કે, મુમતાઝ પટેલ સામે ભવિષ્ય ઉવળ છે, તેમને નવસારીથી ચૂંટણી લડવા અંગે વિચારવું જોઇએ. પાર્ટી તેમને રાષ્ટ્ર્રીય લેવલ પર જવાબદારી સોંપી શકે છે. ઉલ્લેખનીય છે કે, ભાજપે અગાઉ પહેલી યાદીમાં જ નવસારી બેઠક પર સીઆર પાટીલને ટિકીટ આપી દીધી છે. હાલમાં સીઆર પાટીલ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે.
ઉલ્લેખનિય છે કે ગુજરાતની ૨૬ બેઠકો પર કોંગ્રેસ–આપ વચ્ચે ગઠબંધન થવાથી ભચ લોકસભાની બેઠક પર આમ આદમી પાર્ટી તરફથી ચૈતર વસાવાને ટિકિટ આપવામાં આવી છે. જો કે આ બેઠક માટે અહમદ પટેલના સંતાનો મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલે પ્રબળ દાવેદાર મનાતા હતા. જો કે આ બેઠક આમ આદમી પાર્ટીના ફાળે જતાં તેમણે નારાજગી વ્યકત કરી હતી.
તાજેતરમાં જ કોંગ્રેસ નેતા રાહત્પલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ભચ આવી હતી. યાં રાહત્પલ ગાંધીને આવકારવા માટે મોટી સંખ્યામાં કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા. જો કે આ સમયે પણ મુમતાઝ અને અહેમદ પટેલ ઉપસ્થિત રહ્યા નહોંતા જેના કારણે તેમની નારાજગીની આશંકા પ્રબળ બની હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસતત બીજા દિવસે પણ ભાવનગરમાં ધાબડિયુ વાતાવરણ સર્જાતા ટાઢોડુ વ્યાપ્યુ
December 23, 2024 04:24 PMગણેશગઢ ગામ પાસેથી દારુની ૨૬૪ બોટલનો જથ્થો ભરેલી કાર ઝડપાઈ
December 23, 2024 04:22 PMસાયન્સ સેન્ટર ખાતે સૌથી મોટી ઝોનલ લેવલની જઝઊખ ક્વિઝ
December 23, 2024 04:21 PMઆહીર સમાજના ભામાશા જવાહર ચાવડા જિલ્લાના પ્રવાસે, અનેક આહીર યુવાનો અગ્રણીઓને રુબરુ મળ્યા
December 23, 2024 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech