ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ રાજકોટને રેસ્ક્યુબોટ સહિતના સાધનો ફાળવવામાં આવ્યા

  • December 13, 2023 03:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પુર,વાવાઝોડા ભૂકંપ જેવી કુદરતી આપત્તિમાં બચાવ અને રાહતની કામગીરી ઝડપી થઈ શકે તે માટે કામ કરતી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા તેના રાજકોટ સેન્ટરને લાખો રૂપિયાની કિંમતના સાધનો મોકલવામાં આવ્યા છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના રાજકોટ સેન્ટરના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ ગાંધીનગર ખાતેની વડી કચેરી તરફથી રેસ્ક્યુબોટ, કટર મશીન, જીપીએસ સેટ, રેડિયો વોકીટોકી, અગ્નિસમનના સાધનો સહિત અત્યંત આધુનિક સાધનો અને મશીનરી મોકલવામાં આવી છે. બચાવ અને રાહતની કામગીરીમાં આ પ્રકારના સાધનો ઘણા ઉપયોગી સાબિત થતા હોય છે.
અત્યારે પરિસ્થિતિ નોર્મલ જે પરંતુ જ્યારે પુર, વાવાઝોડા, ભૂકંપ કે તે પ્રકારની આપત્તિ આવે ત્યારે તેને પહોંચી વળવા માટે આવા સાધનો અને તાલીમ ઘણા મહત્વના સાબિત થતા હોય છે. સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટમાં મેનપાવર અને સાધનોની હેરાફેરી સૌરાષ્ટ્રના અન્ય સેન્ટરોમાં વધુ આસાનીથી થઈ શકે તે માટે આ પ્રકારના સાધનોનો મોટો જથ્થો રાજકોટ સેન્ટરમાં મોકલવામાં આવ્યો છે. જરૂરિયાત મુજબ અહીંથી માણસો અને સાધન સામગ્રી મોકલવામાં આવતા હોય છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ ભૌગોલિક રીતે મધ્યમાં આવતું હોવાથી અહીં વધારાની ટીમ પણ રાખવામાં આવતી હોય છે.
ભૌગોલિક રીતે સૌરાષ્ટ્રની બરાબર મધ્યમાં આવતા રાજકોટમાં એનડીઆરએફની ઓફિસ કાર્યરત કરવા માટેના પ્રયાસો પણ થઈ રહ્યા છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા આ સંદર્ભે રાજકોટ જિલ્લા કલેકટર પાસે વ્યૂહાત્મક રીતે યોગ્ય હોય તેવી જમીનની માગણી કરવામાં આવી છે. અલગ અલગ જગ્યાઓ પર સર્વે ચાલી રહ્યો છે પરંતુ હજુ સુધી ફાઈનલ થયું નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application