ડિસઇન્વેસ્ટમેન્ટ મોરચે નિરાશા ટાર્ગેટમાં ઘટાડો કરવો પડયો

  • February 02, 2024 12:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ડિસઇન્વેસ્ટમેન્ટ મોરચે સરકાર સતત નિરાશાનો સામનો કરી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ડિસઇન્વેસ્ટમેન્ટના લયાંકને હાંસલ કરવામાં સતત નિષ્ફળ રહેલી સરકાર આ વખતે ફરી નિષ્ફળતાના માર્ગે છે. આ જ કારણ છે કે નાણા મંત્રી નિર્મલા સીતારમણને તાજેતરના બજેટમાં ડિસઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટમાં ધરખમ ઘટાડો કરવાની ફરજ પડી છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગઈ કાલે ૧ ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કયુ હતું. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું અને નિર્મલા સીતારમણનું સતત છઠ્ઠત્પં બજેટ હતું. આ વર્ષે લોકસભાની ચૂંટણીને કારણે લોકોને બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી તેમ છતાં કેન્દ્ર સરકારનું આ બજેટ લોકપ્રિય રહેવાને બદલે વાસ્તવિક હતું.


લયાંકમાં ૪૧ ટકાથી વધુનો ઘટાડો
બજેટમાં સરકારે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ડિસઇન્વેસ્ટમેન્ટનો લયાંક ઘટાડીને ૩૦ હજાર કરોડ પિયા કર્યેા છે. અગાઉ, ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ડિસઇન્વેસ્ટમેન્ટમાંથી . ૫૧ હજાર કરોડ એકત્ર કરવાનો લયાંક નક્કી કરવામાં આવ્યો હતો. આનો અર્થ એ થયો કે સરકારે આ નાણાકીય વર્ષમાં ડિસઇન્વેસ્ટમેન્ટના લયાંકમાં ૪૧ ટકાથી વધુનો ઘટાડો કર્યેા છે. સરકારે આગામી નાણાકીય વર્ષ એટલે કે એપ્રિલ ૨૦૨૪ થી માર્ચ ૨૦૨૫ માટે . ૫૦ હજાર કરોડનું ડિસઇન્વેસ્ટમેન્ટ લય નક્કી કયુ છે.

અત્યાર સુધી માત્ર ૧૦ હજાર કરોડ રૂપિયા આવ્યા
વર્તમાન નાણાકીય વર્ષમાં માત્ર બે મહિના બાકી છે અને તે ૩૧ માર્ચ ૨૦૨૪ ના રોજ સમા થઈ રહ્યું છે. એર ઈન્ડિયા અને એનઆઈએનએલના ખાનગીકરણ પછી, સરકારે ડિસઈન્વેસ્ટમેન્ટ મોરચે કંઈપણ નક્કર હાંસલ કયુ નથી. ચાલુ નાણાકીય વર્ષમાં સરકાર અત્યાર સુધી ડિસઇન્વેસ્ટમેન્ટમાંથી માત્ર . ૧૦,૦૫૧.૭૩ કરોડ એકત્ર કરી શકી છે. આમાંના મોટા ભાગના શેર બજારના ટ એટલે કે  મારફતે આવ્યા છે. આવી સ્થિતિમાં . ૩૦ હજાર કરોડના સુધારેલા લયને હાંસલ કરવું મુશ્કેલ જણાય છે. એવું લાગે છે કે સરકાર સતત પાંચમા વર્ષે ડિસઇન્વેસ્ટમેન્ટનો લયાંક ચૂકી જશે. સરકારે ૨૦૧૯માં ભારત પેટ્રોલિયમ કોર્પેારેશન, શિપિંગ કોર્પેારેશન ઓફ ઈન્ડિયા, કોન્કોર જેવી કંપનીઓને ડિસઇન્વેસ્ટ કરવાની યોજના તૈયાર કરી હતી, પરંતુ કોવિડને કારણે તેને મોકૂફ રાખવી પડી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application