જૂનાગઢમાં સરદારબાગ વિસ્તારમાં ત્રણ વિધાર્થીઓને વન વિભાગમાં આર એફ ઓ ની નોકરી અપાવવાનું જણાવી ડુપ્લીકેટ કોલ લેટરના આધારે પિયા ખંખેરિયા અંગે ત્રણ શખ્સો ઝડપાયા અને ઉચ્ચપ્રર જ બાદ વિસાવદરના એક યુવકને પણ નોકરીની લાલચ આપી પિયા મેળવવાની કબુલાત થઈ હતી.
પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લીધા બાદ વધુ એક ફરિયાદ નોંધાય છે.વિસાવદરના નાની પીંડા ખાઈ ગામે રહેતા હેન્ડીકેપ યુવકને પોસ્ટ ઓફિસમાં કલાર્ક તરીકેની સરકારી નોકરી અપાવવાની લાલચ આપી ખોટા સહી અને સિક્કા વાળો જોઇનિંગ લેટર બનાવી અને કલાર્ક તરીકે ટ્રેનિંગ આપી પોસ્ટ ઓફિસમાં નોકરી અપાવવાની લાલચ આપી ૧.૪૦ લાખની રકમ લીધા બાદ નોકરી ન મળતા પુત્રના પિતાએ ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
આ અંગે પ્રા વિગત મુજબ વિસાવદરના નાની પિંડા ખાઈ ગામે રહેતા અને ૬૫ ટકા હેન્ડીકેપ યુવક નિકુંજ હર્ષદભાઈ ભટ્ટને અમદાવાદ ખાતેની ગુજરાત પોસ્ટ ઓફિસમાં કલાર્ક તરીકેની સરકારી નોકરીમાં લગાડવાની લાલચ આપી બાબુભાઈ રાંક (વિસાવદર કાલસારી), વિનય ગઢવી (ગાંધીનગર) અને દિપક સેન મધ્યપ્રદેશ તથા આશિષ સાઉ એમ ચાર યુવકોએ નિકુંજને પોસ્ટ ઓફિસમાં કલાર્ક તરીકેની પોસ્ટ ઓફિસ ને લગતા ચિત્રો સહી અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના સીલ તથા સિક્કાનો ખોટો બનાવટી ટ્રેનિંગનો આઈ કાર્ડ બનાવી પોસ્ટ ઓફિસમાં ટ્રેનર તરીકે ટ્રેનિંગ આપી કલાર્ક તરીકે લગાવી આપવાના બહાને યુવક પાસેથી ૧.૪૦ લાખની રકમ મેળવી લીધી હતી અને બનાવટી જોઇનિંગ લેટર અને આઈ કાર્ડ આપી છેતરપિંડી કર્યા અંગે યુવકના પિતા હર્ષદકુમાર જગદીશભાઈ ભટ્ટે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ થયેલી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમણિપુરમાં JDU એ ભાજપને ઝટકો આપ્યો, સરકારમાંથી ટેકો પાછો ખેંચ્યો; શું નીતિશ કુમાર ફરી પાછા ફરશે?
January 22, 2025 05:34 PM'પુષ્પા 2'ના દિગ્દર્શકના ઘરે આવકવેરા વિભાગનો દરોડો, સુકુમાર એરપોર્ટ પર ઝડપાયા
January 22, 2025 05:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech