જામનગરમાંથી દરરોજ 300 ટન કચરો ઉપાડતો હોવાની વાત જામનગર મહાપાલિકાના શાસકો કહી રહ્યા છે ત્યારે શહેરના કેટલાક વિસ્તારોમાં હજુ પણ ગંદકીનો માહોલ જોવા મળે છે. છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે . આ અંગે લોકોએ અવારનવાર રજૂઆત કરી હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં ન આવતા લોકોમાં રોષ ફેલાયો છે.
જાણવા મળતી માહિતી મુજબ વિસ્તારમાં અવાર નવાર કચરાના ઢગલા ખડકાય છે. પરંતુ જામનગર મહાપાલિકાના તંત્રને આ અંગે અવારનવાર ફરિયાદ કરી હોવા છતાં ત્યાંથી કચરો ઉપાડતો નથી .જેને કારણે લોકોના આરોગ્ય ઉપર જોખમ ઊભું થયું છે. શા માટે આ વિસ્તારની અવગણના કરવામાં આવે છે? તે લોકોને સમજાતું નથી કચરાને કારણે પશુઓ પણ આ વિસ્તારમાં વધુ એકઠા થાય છે. અને અકસ્માતનો સતત ભય રહે છે. જામનગર મહાપાલિકાના તંત્ર વાહકોએ આ અંગે તપાસ કરીને ધણશેરી, સુભાષ માર્કેટ તથા અન્ય વિસ્તારોમાંથી તાત્કાલિક અસરથી કચરો ઉપાડી લેવો જોઈએ. જો આ કચરો વધુ દિવસ રહેશે તો લોકોના આરોગ્ય ઉપર ગંભીર ખતરો ઉભો થશે માટે જામનગર કોર્પોરેશનના તંત્ર દ્વારા આ વિસ્તારને સ્વચ્છ બનાવવા અભિયાન હાથ ધરું જોઈએ તેવી લોકોમાં માગણી ઉઠવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની બજારમાં પતંગ અને ફિરકીનું ધૂમ વેચાણ, જુઓ શું કહે છે વેપારીઓ
January 09, 2025 12:16 PMરવિનાની દીકરીની ફિલ્મ 'આઝાદ' ટુક સમયમાં પરદા પર આવશે
January 09, 2025 12:14 PMઅભિનેતા રોહિત રોયે વર્ણવી "શૂટઆઉટ એટ લોખંડવાલા" માટે પોતાની વેઈટલોસ જર્ની
January 09, 2025 12:12 PMદમદાર અને ટોક્સિક લુક સાથે યશે ફેન્સને કર્યા એકસાઈટેડ
January 09, 2025 12:10 PMકંગના રનૌતે સ્પષ્ટ કહ્યું- હું ફરી ક્યારેય રાજકીય ફિલ્મ નહીં બનાવું
January 09, 2025 12:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech