કાલે દક્ષિણામૂર્તિ બાલ અધ્યાપન મંદિર ખાતે ‘અભિવ્યક્તિનો ઓક્સિજન’પર સંવાદ

  • December 28, 2024 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર શહેરમાં નાનાભાઈ ભટ્ટાદ્વારા ૧૯૧૦માં સ્થાપિત દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના ૧૧૫મા સ્થાપના દિન પ્રસંગે પૂર્વ વિદ્યાર્થી સંમેલન દક્ષિણોત્સવ-  ૨૦૨૪ તથા દક્ષિણામૂર્તિ બાલ અધ્યાપન મંદિરે ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક અસ્તિત્વના ૯૯ વર્ષ પૂર્ણ કરી ૨૦૨૪-૨૫માં ૧૦૦મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.  જે નિમિત્તે સંસ્થા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.  દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનને વર્ષને શતાબ્દિ વર્ષ તરીકેની ઉજવણીમાં  આવતીકાલ તા.૨૯ને  રવિવારનારોજ  સવારે ૯ થી ૧ દરમ્યાન દક્ષિણામૂર્તિ બાલમંદિર પરિસરમાં પૂર્વ વિદ્યાર્થી સંમેલન યોજાશે  ઉપરાંત   દક્ષિણામૂર્તિ બાલ અધ્યાપન મંદિરના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાથે નિમિત્ત ઓઝા અને મૂળ પાલીતાણાના લાખવાડના વતની રામ મોરી દ્વારા "અભિવ્યક્તિનો ઓક્સિજન" નમક સંવાદ યોજાશે. જ્યારે  વિશ્વનાં વિવિધ દેશોમાં રમાતી ૧૦૦ બાળરમતોનું લોકાર્પણ થનાર છે. જેમાં પ૦ પૂર્વ પ્રાથમિક શિક્ષણની બાળરમતો, ૨૫ પ્રાથમિક શાળા માટેની રમતો, ૨૫ વાલીઓ માટેની બાળરમતોનો સમાવેશ થાય છે.દક્ષિણામૂર્તિ બાલ અધ્યાપન મંદિરનાં પૂર્વ આચાર્યઓ પૂર્વશિક્ષકો  અને દીર્ઘાયુ તાલીમાર્થીઓનો અભિવાદન કરાશે.  આ કાર્યક્રમમાં ટ્રસ્ટી મંડળનાં સભ્યો, સંસ્થાનાં પૂર્વ વિદ્યાર્થીઓ, પૂર્વ શિક્ષકો, શુભેચ્છકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application