કિડની ખરાબ થવા માટેનું મુખ્ય કારણ ડાયાબિટીસ છે. યાં સુધી શરીરમાં ગંભીર સમસ્યા કે લક્ષણો દેખાતા નથી ત્યાં સુધી લોકો મેડિકલ રિપોર્ટ કરાવતા નથી જે રીતે બ્લડ અને સુગરના રિપોર્ટ કરાવે છે તેવી જ રીતે જાગૃતિ દાખવીને જો ડાયાબિટીસ હોય તો દર વર્ષે એક વખત કિડનીના રિપોર્ટ આવશ્યક કરાવવા, જેથી કરીને દર્દીઓના જીવનને બચાવી શકાય તેવું આજકાલ ના મહેમાન બનેલા બી.ટી. સવાણી કિડની હોસ્પિટલના સિનિયર તબીબ અને રાજકોટના જાણીતા યુરોલોજીસ્ટ ડોકટર વિવેક જોશી એ જણાવ્યું હતું.
આજકાલ સાથેની ખાસ મુલાકાતમાં ડોકટર વિવેક જોશી અને તેમની સાથે બી. ટી.સવાણી કિડની હોસ્પિટલના સી.ઇ.ઓ. વિશાલ ભટ્ટ, પી.આર.ઓ. દીપ પ્રજાપતિ હાજર રહ્યા હતા આ મુલાકાતમાં ડોકટર વિવેક જોશી એ જણાવ્યું હતું કે, ફિટનેસ માટે લોકો ધીમે ધીમે જાગૃત થયા છે પરંતુ હજુ સુધી ફડ ડાયટની પેટર્ન ખાસ બદલવાની જરૂર છે. નીરોગી અને સ્વસ્થ રહેવું હશે તો કસરતની સાથે સાથે જીભના ચટાકાને પણ કાબુમાં રાખવો પડશે. ડાયાબિટીક દર્દીઓએ જે રીતે તેમના એવરેજ રિપોર્ટ કરાવે છે તેવી જ રીતે કિડની માટેના રિપોર્ટ પણ નિયમિત કરાવવા જોઈએ કારણ કે યારે કિડની ખરાબ થાય છે ત્યારે તેના રોગોની જેમ કોઈ લક્ષણો જોવા મળતા નથી અને યારે લક્ષણો જોવા મળે છે ત્યારે સમય હાથમાંથી જતો રહ્યો હોય છે અને દર્દીને કિડની ગુમાવવાનો વારો આવી ગયો હોય છે આથી જાગૃતતા દાખવીને કીડની માટેના રિપોર્ટ આવશ્યક કરાવવા જોઈએ તેવી તબીબ તરીકે મારી સલાહ છે. ડાયાબિટીસ માટે જેમ દર ત્રણ મહિને થતા રિપોર્ટમાં એવરેજ ૬ નીચે હોય એ નોર્મલ કહી શકાય તેવી રીતે ક્રિએટિવ પણ એકની આજુબાજુ હોય તે યોગ્ય કહેવાય છે.
વધુમાં તેમને મુલાકાતમાં જણાવ્યું હતું કે, આગામી તારીખ ૧૪ માર્ચ એટલે કે દર વર્ષે માર્ચ મહિનાના બીજા ગુવારે વિશ્ર્વ કિડની દિવસની ઉજવણી કરવામાં આવે છે. યારે રાજકોટમાં સવાણી કિડની હોસ્પિટલના દ્રારા વિશ્વ કિડની દિવસની ઉજવણીના ભાગપે અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુવારે સવારે રેસકોસ રિંગ રોડ પર એક રેલી યોજાશે ત્યારબાદ શહેરીજનો માટે ફ્રી હેલ્થ ચેકઅપનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજકોટ વાસીઓને જોડાવા માટે સવાણી હોસ્પિટલ દ્રારા અપીલ કરવામાં આવી છે.
ગુરૂવારે વિશ્ર્વ કીડની દિવસ અંતર્ગત ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ: માર્ગદર્શન
ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ નેફ્રોલોજી દ્રારા દર વર્ષે માર્ચ મહિનાના બીજા ગુરૂવારના રોજ વિશ્ર્વ કીડની દિવસની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર વિશ્ર્વના લોકોને કીડની અને તેને લગતા રોગ વિશે જાગૃત કરવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષનું અભિયાનું કીડની આરોગ્ય સૌ માટે કીડની સમાન સંભાળ તરફ આગળ વધવું અને દવાઓની શ્રે પ્રેકિટસ નકકી કરવામાં આવ્યું છુે.
કીડની ફેલ યોરમાં શરૂઆતમાં કોઈપણ લક્ષણો અથવા ચિન્હો જોવા મળતા નથી તે માટે કીડની રોગને પ્રારંભથી જ રોકવાના હેતુથી આ અભિયાન ચલાવવામાં આવે છે. ડાયાબિટીસ, બ્લડપ્રેશરની બીમારી, જાડાપણવાળી વયકિત, ધુમ્રપાન કરતી વ્યકિત અથવા તો જેમને કુટુંબમાં કીડની ફેલ્ચોરની બીમારી હોય તેમણે નિયમિત કીડની તપાસ કરવી જોઈએ. કીડનીની બીમારી અંગેનું નિદાન લોહી અને પેશાબની સામાન્ય તપાસ દ્રારા થઈ શકે છે.
આ નિમિતે કીડની સારવાર ક્ષેત્રે ૨૨ વર્ષથી કાર્યરત બી.ટી. સવાણી કીડની હોસ્પિટલ દ્રારા કીડની રોગમુકત રાજકોટ ઝુંબેશ હેઠળ સમગ્ર માર્ચ મહિનાની ઉજવણી કરવામાં આવશે. આજ તારીખ સુધી હોસ્પિટલ દ્રારા અલગ–અલગ જગ્યાએ જઈ અને લોકોના ફ્રી ચેકઅપ કરવામાં આવેલ છે તેમાં ક્રિસ્ટલ મોલ, ઉમિયા મોબાઈલ એસ્ટ્રોન ચોક, રિલાયન્સ મોલ અને ઉમિયા મોબાઈલ સ્પીડવેલ પાર્ટી પ્લોટનો સમાવેશ થાય છે જેમાં આજ સુધીમાં કુલ ૭૦૦થી વધુ લોકોએ આનો લાભ લીધેલો છે. જેમાં આવેલા મુલાકાતીઓની હિમોગ્લોબીન, ડાયાબિટીસ, ઓકિસજન લેવલ, બ્લડ પ્રેસર અને વજનની તપાસ કરેલ. બી.ટી.સવાણી કીડની હોસ્પિટલમાં વિશ્ર્વ કીડની દિવસ નિમિતે તા.૧૪ને ગુરૂવારના રોજ સવારે ૬–૩૦ કલાકે જનજાગૃતિ માટે રેસકોર્ષ રિંગરોડ ફરતે એક વિશાળ પગપાળા રેલીનું આયોજન કરવામાં આવેલું હતું. રેસકોર્ષ ખાતે જ ફ્રી હેલ્થ ચેકઅપનું પણ આયોજન કરવામાં આવેલું હતું. અને તેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. લોકોમાં જાગૃતિ આવે એ માટે હોસ્પિટલ દ્રારા તેમની યુટયુબ ચેનલ પર પણ ડોકટર્સના વિવિધ રોગ વિશે માહિતી આપતા અને ગેરસમજ દૂર કરતા વિડિયો પણ મુકવામાં આવેલા છે. આ ઉપરાંત ૨૩–૩–૨૪ ડાયાલિસિસના દર્દીને પ્રોત્સાહિત કરવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે અને તા.૨૯ અને ૩૦ માર્ચના રોજ ફ્રી કન્સલ્ટેશન હોસ્પિટલ ખાતે રાખવામાં આવેલ છે. લાભ લેવા અપીલ કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech