રણવીર સિંહ સ્ટારર એક્શન થ્રિલર ફિલ્મ 'ધુરંધર ૨' અને અલ્લુ અર્જુનની 'પુષ્પા: ધ રાઇઝ' વચ્ચે બોક્સ ઓફિસ પર નફાની ટકાવારીને લઈને એક રસપ્રદ સરખામણી સામે આવી છે. 'ધુરંધર ૨' એ બોક્સ ઓફિસ પર કમાણીના અનેક રેકોર્ડ તોડ્યા હોવા છતાં, તે હિન્દી વર્ઝનમાં 'પુષ્પા' ના નફાના માર્જિનને પછાડી શકી નથી પુષ્પા:ધ રાઇઝ (૨૦૨૧) આ ફિલ્મના હિન્દી રાઇટ્સ અને પ્રમોશન પાછળ અંદાજે રુ૨૦ કરોડ નો ખર્ચ થયો હતો. તેની સામે ફિલ્મે તેના લાઈફટાઈમ રન દરમિયાન રુ૧૦૬ કરોડ નું નેટ કલેક્શન કર્યું હતું. આ હિસાબે ફિલ્મે રોકાણ પર ૪૩૦ % નો જંગી નફો કર્યો હતો.ધુરંધર ૨ (૨૦૨૬) આ ફિલ્મે થિયેટરોમાં રિલીઝના ૬૨ દિવસમાં માત્ર હિન્દી વર્ઝનમાંથી જ રુ ૧૧૦૭.૩૦ કરોડ નું અધધ નેટ કલેક્શન કર્યું છે. આટલી મોટી કમાણી સાથે ફિલ્મનો નફો ૩૯૨ % સુધી પહોંચી ગયો છે
પુષ્પા: ધ રાઇઝના હિન્દી વર્ઝનએ તેના જીવનકાળ દરમિયાન રુ.૧૦૬ કરોડની કમાણી કરી હતી અને તેનો ખર્ચ રુ૨૦ કરોડ હતો. જો નફાની ગણતરી કરવામાં આવે તો, પુષ્પાએ ૪૩૦% નો મોટો નફો મેળવ્યો છે, જ્યારે ધુરંધર 2 એ તેના હિન્દી વર્ઝનમાં ૬૨ દિવસમાં રુ ૧૧૦૭. કરોડની કમાણી કરી હતી અને તેનું વળતર ૩૯૨ % છે. આમ, રણવીર સિંહ અભિનીત ફિલ્મે ઘણી ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરી હોવા છતાં, આ સંદર્ભમાં તે અલ્લુ અર્જુન અભિનીત ફિલ્મ કરતા પાછળ રહી ગઈ છે.
રણવીર સિંહની "ધુરંધર ૨" રિલીઝ થયાને બે મહિના થઈ ગયા છે, પરંતુ તે હજુ પણ બોક્સ ઓફિસ પર કોઈ કમાણી કરવામાં નિષ્ફળ રહી નથી. રસપ્રદ વાત એ છે કે, થિયેટરોમાં ૬૦ દિવસથી વધુ સમય વિતાવ્યા પછી પણ, તે તેની કમાણીનો અંત લાવવાના મૂડમાં નથી. આ સમય દરમિયાન, આ જાસૂસી એક્શન થ્રિલર ફિલ્મે બમ્પર કમાણી સહિત અનેક મોટા સીમાચિહ્નો હાંસલ કર્યા છે, પરંતુ તે હિન્દીમાં રિલીઝ થયેલી અલ્લુ અર્જુનની "પુષ્પા" ના નફાને વટાવી શકી નથી.