નાગપુર ખાતે યોજાયેલ 35 મી વેસ્ટ ઝોન જૂનિયર એથ્લેટીક્સ સ્પધર્મિાં ખેલાડીઓ ઝળકી ઉઠ્યા
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ચાલતી જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ યોજના અંતર્ગત જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા ખાતે કાર્યરત જી.એમ.પટેલ ક્ધયા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ નાગપુર, મહારાષ્ટ્ર ખાતે તા.30/09/2024 થી તા.08/10/2024 દરમ્યાન યોજાયેલ 35મી વેસ્ટ ઝોન જૂનિયર નેશનલ એથ્લેટીક્સ ચેમ્પિયનશીપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરેલ છે.આ સ્પધર્મિાં, ધ્રોલ ખાતે અભ્યાસ કરતી આહુતિ વાડિયાએ 100મી હર્ડલ્સમાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેળવેલ છે. તેમજ શ્રદ્ધા કરંગીયાએ હેપ્ટાથોનમાં દ્વિતીય સ્થાન મેળવી સિલ્વર મેડલ અને હેતલ કરમુરે તૃતીય સ્થાન મેળવી બ્રોન્ઝ મેડલ મેળવેલ છે.
આ જ સ્પધર્િ અંતર્ગત મીતેશ્વરીબા ગોહિલે 3000 મીટર રેસ વોકમાં તૃતીય સ્થાન મેળવી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ છે. ખેલાડીઓના આવા ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે જામનગર જિલ્લા રમત વિકાસ અધિકારી ભાવેશ રાવલીયાએ ધ્રોલ ખાતે ફરજ બજાવતા એથલેટીક્સ રમતના કોચ અવિનાશ ટંડેલ અને ટ્રેનર કાજલ ઝાપડિયાને પોતાની નિષ્ઠાવાન કામગીરી બદલ બિરદાવ્યા છે.તેમજ ધ્રોલના આ ખેલાડીઓને રાષ્ટ્રીય સ્તરે જામનગર જિલ્લાનું નામ રોશન કરવા બદલ શાળાના સંચાલકો દ્વારા ખેલાડીઓનું શાળા ખાતે આગમન થતા ભવ્ય સ્વાગત કરી આવકારાયા હતા.ઉલ્લેખનિય છે કે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ યોજના અંતર્ગત તમામ ખેલાડીઓને સ્પધર્િ ખાતે ભાગ લેવા જવા માટે પ્રવાસ ખર્ચ, નિવાસ અને ભોજન ખર્ચ સહિતની મદદ પૂરી પડવામા આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMસારા એવા રસ્તાની રાજકોટ મનપાએ પથારી ફેરવી નાખી !, ઉબડખાબડવાળા રસ્તા અને સત્તત ઉડે છે ધૂળની ડમરીઓ
February 23, 2025 03:29 PMરાજકોટ : સિવિલ હોસ્પિટલ કે ટુ વ્હીલર્સ પાર્કિંગ?
February 23, 2025 03:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech