જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના હમાપર ગામમાં રહેતી અલ્પાબેન નિર્મળભાઈ કાનગડ નામની ૩૦ વર્ષની પરણીતાએ ગઈકાલે પોતાના ઘેર રહસ્યમય સંજોગોમાં પંખા ના હુકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.
જેથી પરિવાર જનો દ્વારા તેણીને નીચે ઉતારી લઈ બેશુદ્ધ અવસ્થામાં ધ્રોળની સરકારી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, જયાં ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના સંબંધી ધ્રોલમાં રહેતા ભોલાભાઈ ઉર્ફે ભાવેશભાઈ જશાભાઇ રાઠોડએ પોલીસને જાણ કરતાં ધ્રોલના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.પી. વઘોરા બનાવના સ્થળે અને ધ્રોળની સરકારી હોસ્પિટલમાં પહોંચી ગયા હતા, અને અલ્પાબેનના મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, જ્યારે સમગ્ર બનાવ અંગે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા અલ્પાબેનના પરિવારજનો વગેરેના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોવિડ-19: કોરોનાની નવી લહેર! હોંગકોંગથી લઈને સિંગાપોર સુધી ફરી વધ્યા કેસ
May 16, 2025 11:15 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈ પણ પ્રકારના ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ
May 16, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech