માંગરોળમાં ૨.૫૦ લાખના એમડી ડ્રગ્સ સાથે ધોરાજીનો શખસ, મુંબઈની બે માનૂની ઝડપાયા

  • September 23, 2024 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જુનાગઢ જિલ્લ ામાં નશીલા ડ્રગ્સ ઝડપાવવાનો યથાવત રહ્યો છે. પોલીસ તત્રં દ્રારા ડ્રગ્સ નાબૂદી માટે દોડ, રેલી તથા જાગૃતિ લક્ષી કાર્યક્રમ કરે છે છતાં પણ મેફેડ્રોન ડ્રગની હેરાફેરી ચાલુ રહી છે.  જોકે કયાંથી આવે છે અને કોને આપવાનો છે તેનો ફોડ પડાતો નથી શનિવારે  એસઓજી ની ટીમેજૂનાગઢના યુવક પાસેથી ૬૨ હજારની કિંમતનો ડ્રગ્સ ઝડપાયો હતો ત્યાં ગઈકાલે ૨.૩૯ લાખની કિંમતના મેફે ડ્રોન ડ્રગ્સ સહિત ૩.૬૩ લાખના મુદ્દા માલ સાથે મુંબઈની બે યુવતી અને ધોરાજીના યુવકને ઝડપી લીધા હતા ત્યારે ડ્રગ્સ આપવાના હતા તે ધોરાજીના યુવકને ઝડપી લેવા વધુ ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગે પ્રા વિગત મુજબ એસ ઓ જી ની ટીમને રાજકોટ થી કેશોદ થઈ માંગરોળ ખાતે ડ્રગ્સ વેચવા યુવક આવવાનો હોવાની મળેલ બાતમીના આધારે માંગરોળમાં નસીલા પદાર્થની હેરાફેરી થવાની હોય જેથી એસપી હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ એસ ઓ જી પી આઈ ચાવડા સહિતની ટીમે વોચ ગોઠવી હતી. જેમાં માંગરોળ માનખેત્રા તરફથી  બે યુવતી અને એક યુવક સાથે ત્રીપલ સવારીમાં જતી બાઈક નંબર જીજે૦૩ એમ એન ૨૪૪૭ ના ચાલકને રોકી તલાસી લીધી હતી. બાઈક પર ઇમરાન જુમ્મા મતવા રહે ધોરાજી, અરિસા જુબેર અહમદ શેખ રહે મલાડ,તાસિફા નદીમ જહત્પર ખાન રહે મલાડ મુંબઈ એમ ત્રણેયની તલાસી લેતા તેઓની પાસેથી૨.૩૯ લાખની કિંમતનો મેફેડ્રોન ડ્રગ્સ નો જથ્થો ઝડપાયો હતો આ ઉપરાંત બે વજન કાંટા, ત્રણ મોબાઈલ અને બાઈક સહિત કુલ ૩.૬૩ લાખના મુદ્દામાલ કબજે કર્યેા હતો. પોલીસે કરેલી પૂછતાછમાં બંને યુવતી મુંબઈથી ડ્રગ્સ લાવી હતી અને ધોરાજીના બાબર ઉર્ફે સલીમ હાજી ઈસ્માઈલ કુરેશીને ડ્રગ્સ આપવાની હતી.જેથી પોલીસે બે યુવતી અને યુવક સહિત ચાર સામે નાર્કેાટિકસ એકટ અંતર્ગત ગુન્હો નોંધી માલ સપ્લાય થવાનો હતો તે ધોરાજીના યુવકને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે
એસઓજીની ટીમ દ્રારા ઝડપાયેલ બે યુવતી અને યુવક ત્રણેયની તપાસ  ડ્રગ્સનો જથ્થો કયાંથી આવ્યો તે અંગે પૂછપરછ હાથ ધરી છે. જૂનાગઢ જિલ્લ ામાં નશીલા પદાર્થ ઝડપાવવાનો સિલસિલો યથાવત છે.બે દિવસમાં જ જિલ્લ ામાંથી કુલ ૩ લાખથી વધુના ડ્રગ્સના જથ્થા સાથે કુલ ચારને ઝડપી લીધા છે. પોલીસ દ્રારા ઐંડાણપૂર્વક તપાસ હાથ ધરે તો જિલ્લ ામાં ડ્રગ્સના બંધાણી કેટલા છે .અને કેટલા વેચાણ કરી રહ્યા છે તે અંગે પણ વિગતો પ્રા થઈ શકે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News