પડધરી પાસે આવેલા ઢોકળિયા ગામની સીમમાંથી યુવાનની લાશ મળી આવી હતી.જેની જાણ થતા પડધરી પોલીસે તાકીદે અહીં પહોંચી હતી.મૃતક યુવાન રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલા વેજા ગામનો વતની હોવાનું માલુમ પડયું હતું.ધોકા-પાઇપ્ના ઘા ફટકારી યુવાનની હત્યા કરવામાં આવી હોવાનું માલુમ પડયું હતું.યુવકને ઠોકળીયા ગામે રહેતા સગા મામાની દીકરી સાથે એકતરફી પ્રેમ હોય જે બાબતે અગાઉ મથાકૂટ થતા પોલીસ ફરિયાદ પણ થઇ હતી.ત્યારે મામા સહિતનાએ મળી યુવાનને પતાવી દીધો હોવાનું માલુમ પડયું છે.આ અંગે પોલીસે યુવાનના મૃતદેહને ફોરોન્સિક પીએમ માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.જેનો રિપોર્ટ આવ્યા બાદ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરશે. બનવાની જાણવા મળતી વિગતો મુજબ,પડધરીના ઢોકળિયા ગામની સીમમાં એક યુવકની લાશ મળી આવતા પડધરી પોલીસ મથકના પીએસઆઇ જી.જે.ઝાલા તથા ટીમે અહીં પહોંચી તપાસ કરતા યુવક બેઠેલ હાલતમાં જોવા મળતા અને શરીરે ઇજાના નિશાન હોય પોલીસે યુવકની ઓળખ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા વેજાગામનો જયદીપ હમીરભાઇ મેરીયા (ઉ.25) હોવાનુ માલુમ પડતાં તેના પરિવારજનોને જાણ કરી હતી. જયદીપ ડ્રાઇવીંગકામ કરતો હતો અને ત્રણ ભાઇમાં મોટો હતો. યુવાનના પરિવારજનોએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, આઠેક દિવસ પહેલા જયદીપ ઢોકળિયા ગામે યુવકને તેના સગા મામા સાથે માથાકૂટ થઈ હોય અને તે સમયે સમાધાન થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. તેમજ ગઇકાલે બપોરે જયદીપ ઢોકળિયા ગામે ગયો હતો અને ત્યારબાદ આ બનાવ બન્યો હતો.પોલીસની વધુ તપાસમાં જયદીપ ઢોકળિયા ગામે રહેતા તેના સગાની પુત્રી સાથે એકતરફી પ્રેમ કરતો હોય અને યુવતીએ હેરાન કરતો હોવાની પરિવારજનોને યુવક વિરુધ્ધ ફરિયાદ કરી હતી. યુવાનના પિતા હમીરભાઇએ તેના જયદીપ્ની હત્યામાં તેના મામા ગોવિંદ પ્રેમજીભાઇ મુછડીયા,મામી કંચનબેન ગોવિંદભાઇ મુછડીયા અને પ્રવિણ પ્રેમજી મુછડીયા તથા રસીક પ્રવિણભાઇ મુછડીયાની સંડોવણી હોવાનો આક્ષેપ કર્યો છે.જોકે પોલીસે જણાવ્યું હતું કે,આ બનાવમાં યુવાનના ફોરોન્સિક પી.એમ. રિપોર્ટ આવ્યા બાદ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવશે અને ત્યારબાદ આરોપીની ધરપડકની કાર્યવાહી કરાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએગ્રીસ્ટેક પોર્ટલ પર તકનીકી ખામી: ખેડૂતોની નોંધણી અટકી, પીએમ કિસાન હપ્તો મેળવવામાં મુશ્કેલી
November 22, 2024 05:46 PMવાવ વિધાનસભા પેટા ચૂંટણી: મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ, આ તારીખે મતગણતરી
November 22, 2024 05:45 PM10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech