મ્યુ.કમિશ્નર અને જાડાના ચેરમેન દ્વારા બહાર પડાયું જાહેરનામું: વૈકલ્પીક ટ જાહેર કરાયો
જામનગર શહેરમાં ઢીચડા માર્ગ ઉપર ભૂગર્ભ ગટરની પાઇપલાઇન નાખવાની હોય આગામી ત્રણ મહીના સુધી ઢીચડા માર્ગ તમામ પ્રકારના વાહનો માટે બંધ કરતું એક જાહેરનામુ મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીએ બહાર પાડયું છે અને વૈકલ્પીક ટ પણ જાહેર કરવામાં આવ્યો છે.
આ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, જાડાની હદમાં બેડીબંદર રીંગરોડ પર આવેલા નંદ વિદ્યા નીકેતન સ્કુલની સામે ઢીચડા ગામના રસ્તા પર 66 કેવી સબ સ્ટેશનવાળા રોડથી ખારા બેરાજાના જંકશન સુધી ભૂગર્ભ ગટર પાઇપલાઇન નાખવાની હોય તેથી સલામતીના ભાગપે તા.22-11 થી તા.21-2-25 સુધી તમામ પ્રકારના વાહન વ્યવહાર બંધ રાખવા જાહેર નોટીસ બહાર પાડવામાં આવે છે અને આ હુકમનો ભંગ કરનાર સામે બીપીએમસી એકટ 1949 કલમ 392 અનુસાર દંડની કાર્યવાહી કરવામાં આવશે.
આ જાહેર નોટીસમાં જણાવાયું છે કે, બેડીબંદર રોડ પર આવેલ નંદ વિદ્યા નીકેતન સ્કુલની સામે ઢીચડા ગામના રસ્તા પર 66 સબ સ્ટેશનવાળા રોડથી ખારાબેરાજા જંકશન સુધીનો રોડ બંધ રહેશે જેની વૈકલ્પીક વ્યવસ્થા માટે ઢીચડા ગામમાં થઇ જાડાના 18 મીટર ડીપી રોડ અથવા દરગાહ થઇ બેડીબંદર રીંગરોડ તરફ જવાનો રોડ તથા તેને સલગ્ન અન્ય રસ્તાઓ માટે વાહન વ્યવહાર ચાલું રહેશે. ઉપરાંત નંદ વિદ્યા નીકેતન સ્કુલની સામે 66 કેવી સબ સ્ટેશનથી ખારાબેરાજા જંકશન સુધીનો જવાનો રસ્તો બંધ રહેશે જેની વૈકલ્પીક વ્યવસ્થા માટે ઢીચડાથી ખારાબેરાજા રોડ થઇ એરફોર્સ-1ના ગેઇટ પાસે થઇ મહાકાળી ચોકડી તરફ જવાનો રોડ અને સલગ્ન રસ્તાઓ વાહન વ્યવહાર માટે ચાલું રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech