એક સવાલથી ધર્મેન્દ્રના મગજમાં ગરમી ચડી : પાપારાઝીનો ઉધડો લઈ નાખ્યો

  • May 21, 2024 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક સવાલથી ધર્મેન્દ્રના મગજમાં ગરમી ચડી : પાપારાઝીનો ઉધડો લઈ નાખ્યો
ધર્મેન્દ્ર મુંબઇના જૂહુ વિસ્તારમાં વોટિંગ કરવા માટે પહોંચ્યા હતા. જો કે અચાનક જ એક સવાલે ધર્મેન્દ્રનો મુડ ખરાબ કરી દીધો અને ગુસ્સાથી લાલઘૂમ થઇ ગયા.એ જ વખતે તેમને પાપારાઝીનો ઉધડો લઈ નાખ્યો હતો.હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ સ્ટાર ધર્મેન્દ્ર કૂલ અંદાજમાં મુંબઇમાં જૂહુ વિસ્તારમાં વોટિંગ આપવા માટે ગયા હતા. આ દરમિયાન ધર્મેન્દ્રજી મેન રેડ ચેક્સ શર્ટમાં જોવા મળ્યા. સામાન્ય રીતે ફેન્સ અને પૈપ્સની સાથે શાંત મગજે વાત કરનાર ધર્મેન્દ્ર આ વખતે એકદમ ઇરિટેટ જોવા મળ્યા. આ સમયે ધર્મેન્દ્ર એકદમ ગુસ્સામાં જોવા મળ્યા હતા. જો કે ધર્મેન્દ્રનું આ રૂપ જોઇને ભલભલા લોકો છક થઇ ગયા હતા. આમ, ગુસ્સે ભરાયેલા ધર્મેન્દ્રનો આ વીડિયો હાલમાં સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો જોઇને ફેન્સ હેરાન થઇ ગયા છે.

આ વાયરલ વીડિયોમાં ધર્મેન્દ્ર પાપારાઝી પર નારાજ થતા જોવા મળ્યા. ફેન્સ પણ એ જાણવા ઇચ્છે છે કે આખરે ધર્મેન્દ્રજી અચાનક નારાજ કેમ થઇ ગયા.સોમવારના રોજ મેન મુંબઇમાં જૂહુમાં પોતાના વોટ આપવા માટે પહોંચ્યા હતા. વોટ આપ્યા પછી ધર્મેન્દ્ર નીકળ્યા તો પાપારાઝીએ એમને કંઇક સવાલો કર્યા અને ધર્મેન્દ્ર ભડક્યા. ત્યારબાદ પૈપરાઝીને સલાહ આપતા જોવા મળ્યા. 88 વર્ષના અભિનેતાને પાપારાઝીએ વોટિંગથી જોડાયેલા અનેક સવારો કર્યા હતા. આ કારણે એક્ટર ગુસ્સે થયા અને પાપારાઝીનો વારો પાડી દીધો.
વીડિયોમાં ધર્મેન્દ્ર કહે છે કે…યાર સારા શહેરી બનો, રઇસ બાળકો બનો. મા બાપને પ્રેમ કરો, તમને ખબર છે કે હું શું કહેવા ઇચ્છુ છું. સોશિયલ મિડીયા પર ધર્મેન્દ્રનો આ વીડિયો જોયા પછી યુઝર્સ નારાજગીનું કારણ પૂછી રહ્યા છે. ધર્મેન્દ્રનો આ વીડિયો જોયા પછી યુઝર્સ ખુલીને સમર્થન કરવા માટે તૈયાર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application