રાજકોટના યુનિવર્સિટી વિસ્તારમાં થોડા દિવસ પૂર્વે સાત વર્ષની બાળા પર તેના કહેવાતા મામાએ દુષ્કર્મ આચર્યાની ઘટના બની હતી. ત્યારે સાધુ વાસવાણી રોડ પર વધુ એક આવી ચોંકાવનારી ઘટના બનવા પામી છે. જેમાં ૧૩ વર્ષના બાળક સાથે તેના કહેવાતા મામાએ સૃષ્ટ્રિ વિદ્ધનું કૃત્ય કયુ હતું. જે અંગેની જાણ બાળકની માતાને થયા બાદ આ બાબતે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે પોકસો એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આ ૪૫ વર્ષના આ વિકૃત ઢગાની ધરપકડ કરી હતી. આરોપી એકલવાયુ જીવન જીવતો હોય અને કૂંવારો હોવાનું જાણવા મળ્યું છે.
જાણવા મળતી વિગતો મુજબ, શહેરના સાધુવાસવાણી રોડ પરના વિસ્તારમાં રહેતા પરિવારનો ૧૩ વર્ષનો બાળક ગઈકાલ સાંજે ઘર આસપાસ નજરે ન પડતાં તેની માતા બાળકને શોધતી હતી. દરમિયાન પાડોશમાં રહેતા શખસના ઘરે બાળક શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. જેથી આ બાબતે માતાએ બાળકને પૂછતા માલમ પડું હતું કે, પાડોશમાં રહેતો રાકેશ પ્રભુદાસભાઈ ગંગદેવ (ઉ.વ ૪૫) નામનો શખસે બાળકને અહીં બોલાવી તેની સાથે સૃષ્ટ્રિ વિદ્ધનું કૃત્ય આચાર્ય હતું. બાળક પાસેથી આ વાત જાણી તેમના માતા ચોંકી ઉઠયા હતાં.બાદમાં આ બાબતે પરિવારે પોલીસ સ્ટેશનને પહોંચી આરોપી વિદ્ધ આ ફરિયાદ નોંધાવતા યુનિવર્સિટી પોલીસે આરોપી સામે પોકસો એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી રાકેશ ગંગદેવની ધરપકડ કરી હતી.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, આરોપી રાકેશ ઝોમેટોમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરે છે અને અહીં તે એકલો જ રહે છે. આરોપીને બાળકની માતાએ ધર્મનો ભાઈ બનાવ્યો હોય તેથી તેની સાથે પરિચય હતો અને પાડોશમાં રહેતો હોય બાળક કયારેક તેના ઘરે જોતો હતો. દરમિયાન આરોપીએ ૧૩ વર્ષના માસુમ સાથે આ વિકૃત હરકતો કરી હતી. બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ મશાકપોત્રા ચલાવી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech