વિશ્ર્વમાં વધી રહેલા ભૌગોલિક અને રાજકીય તણાવ વચ્ચે આરબીઆઈ અને સરકાર હોલ્ડિંગને સુરક્ષિત કરવામાં વ્યસ્ત
ધનતેરસ પર સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. આ પ્રસંગે દેશભરમાં મંગળવારે બજારોમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી. આ પ્રસંગે આરબીઆઈએ પણ સોનાની જંગી ખરીદી કરી હતી. લંડનથી 102 ટન સોનું ખરીદવામાં આવ્યું છે, જે ક્ધસાઈનમેન્ટ ભારત પહોચી ગયું છે.સમગ્ર વિશ્વમાં વધી રહેલા ભૌગોલિક અને રાજકીય તણાવ વચ્ચે આરબીઆઈ અને સરકાર તેમના હોલ્ડિંગને સુરક્ષિત કરવામાં વ્યસ્ત છે.
ધનતેરસ પર સામાન્ય લોકો જ નહીં પરંતુ આરબીઆઈ એ પણ પોતાની તિજોરી સોનાથી ભરી દીધી છે. ભારતીય રિઝર્વ બેંકે ખુલાસો કર્યો છે કે તેણે લંડનમાં આવેલી બેંક ઓફ ઈંગ્લેન્ડની તિજોરીમાંથી 102 ટન સોનું ભારતમાં ખસેડ્યું છે. સપ્ટેમ્બરના અંતે આરબીઆઈ પાસે કુલ 855 ટન સોનું હતું. તેમાંથી 510.5 ટન દેશમાં રાખવામાં આવ્યું હતું. વિદેશી મુદ્રા ભંડારના સંચાલન અંગેના તાજેતરના અહેવાલમાં આ વાત સામે આવી છે. સપ્ટેમ્બર 2022થી અત્યાર સુધીમાં વિદેશમાંથી 214 ટન સોનું ભારતમાં આવ્યું છે. સમગ્ર વિશ્વમાં વધી રહેલા ભૌગોલિક રાજકીય તણાવ વચ્ચે આરબીઆઈ અને સરકાર તેમના હોલ્ડિંગને સુરક્ષિત કરવામાં વ્યસ્ત છે. સરકારમાં ઘણા લોકો માને છે કે આપણા દેશમાં સોનું રાખવું સલામત છે.
મે મહિનામાં જ એક અહેવાલમાં વિગતો સામે આવી હતી કે બ્રિટનથી 100 ટન સોનું ભારતમાં લાવવામાં આવી રહ્યું છે. 1990 ના દાયકામાં ચૂકવણી સંતુલન સંકટ દરમિયાન ભારતે તેનું સોનું ગીરવે મૂકવું પડ્યું હતું. હવે સોનાનું બીજું ક્ધસાઈનમેન્ટ પણ ભારત પહોંચી ગયું છે. ગત વખતની જેમ આ વખતે પણ આરબીઆઈ અને સરકારે સોનું લાવવા માટે ખાસ વિમાનની વ્યવસ્થા કરી હતી. તેમજ આ સંબંધમાં કોઈ માહિતી લીક ન થાય તે માટે કડક વ્યવસ્થા કરવામાં આવી હતી.
ભારતનું 324 ટન સોનું હજુ વિદેશમાં સચવાયેલું પડ્યું છે
અધિકારીઓએ વધુ શિપમેન્ટ ભારતમાં આવવાની શક્યતાને નકારી કાઢી નથી. ભારતનું 324 ટન સોનું બેંક ઓફ ઈંગ્લેન્ડ અને બેંક ફોર ઈન્ટરનેશનલ સેટલમેન્ટ્સમાં રાખવામાં આવ્યું છે. બેંક ઓફ ઈંગ્લેન્ડ યુકે અને અન્ય કેન્દ્રીય બેંકોના સોનાના ભંડાર માટે સુરક્ષિત કસ્ટડી પ્રદાન કરે છે અને ન્યુયોર્ક ફેડરલ રિઝર્વ પછી બીજા ક્રમનું સૌથી મોટું ગોલ્ડ કસ્ટોડિયન છે.બુલિયન વેરહાઉસ વર્ષ 1697માં બનાવવામાં આવ્યું હતું. પાછળથી કેલિફોર્નિયાથી બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાથી આવતા સોનાને સંભાળવા માટે તેનો વિસ્તાર કરવામાં આવ્યો હતો. તેમાં સોનાના લગભગ 4 લાખ બાર જમા છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં, આ તિજોરીઓમાં લગભગ 5,350 ટન (એટલે કે લગભગ 17 કરોડ દંડ ટ્રોય ઔંસ) સોનું હતું.
ભારતનો વિદેશી મુદ્રા ભંડારમાં સોનાનો હિસ્સો 8.1% થી વધીને 9.3% થયો
બેન્ક ઓફ ઈંગ્લેન્ડ પાસે સોનું રાખવાનો એક મોટો ફાયદો એ છે કે તેની પાસે લંડન બુલિયન માર્કેટમાં ઝડપી લિક્વિડિટી એક્સેસ છે. આરબીઆઈના ડેટાએ એ પણ દશર્વ્યિું છે કે તેણે તેના ગોલ્ડ હોલ્ડિંગમાં વધારો કર્યો છે. ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં સોનાનો હિસ્સો સપ્ટેમ્બરના અંતે 9.3% હતો, જે માર્ચના અંતે 8.1% હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિલ્હીની સરકારી ઓફિસોનો સમય બદલાયો, સીએમ આતિષીએ લીધો નિર્ણય
November 15, 2024 04:40 PMપ્રભાસ પાટણ સોમનાથ ગૌશાળાને ખાલી કરાવવા નગરપાલિકા પહોંચી
November 15, 2024 04:10 PMPM મોદીના વિમાનમાં સર્જાઈ ટેકનિકલ ખામી, દેવઘર એરપોર્ટ પર રોકાયું
November 15, 2024 04:02 PMદિલ્હી પોલીસને મળી મોટી સફળતા, 1 લાખથી વધુની નકલી નોટ સાથે આરોપીની ધરપકડ
November 15, 2024 03:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech