ધમાલીયા મહંતનો આશ્રમ ખરાબામાં, ગાંજાનું વાવેતર પણ મળ્યું

  • September 04, 2024 03:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના મહિલા કોલેજ અંડર બ્રિજ તેમજ કાલાવડ રોડ પર બે દિવસ પુર્વે રાત્રીના જીએસટી અધિકારીની કારના કાચ તોડીને સરાજાહેર ધમાલ મચાવનાર મહંતના વાગુદડ સ્થિત આશ્રમની જમીન બાબતે આજે લોધીકા મામલતદારની ટીમે તપાસ કરતા એકાદ એકર સરકારી જમીનમાં આ આશ્રમ ઉભો હોવાનું બહાર આવ્યું છે. જયારે પેરેલલ પોલીસે પણ તપાસમાં ઝુકાવ્યું છે. રાજકોટ રૂરલ એસઓજીએ આશ્રમ ખાતે તપાસ હાથ ધરતા ૬.૭૫૦ કિલોગ્રામ જેટલા છોડ મળતા તે કબજે લેવાયા છે. આ છોડને પરીક્ષણ અર્થે એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. રીપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી હાથ લેવાશે.


મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે રોંગ સાઈડમાં કાર લઈને નીકળેલા મહતં યોગી ધર્મનાથ ઉર્ફે જીજ્ઞેશ નવિનચદ્રં ધામેલીયાએ સામેથી આવેલી સેન્ટ્રલ જીએસટી કચેરીમાં કોન્ટ્રાકટ પર ચાલતી ઈનોવા કારને રીવર્સ લેવાનું કહી કાર રીવર્સ ન લેતા આ કહેવાતા મહંતે નીચે ઉતરીને જીએસટી કમિશનરને ઘરે મુકીને આવતી ઈનોવા કારના કાચ ફોડી નાખ્યા હતા. અને આ મહંતના કરતુતો હવે બહાર આવવા લાગ્યા છે. આશ્રમની જગ્યા સરકારની હોવાનું અને આશ્રમ પર આ જગ્યામાં ગાંજાનું વાવેતર હોવાની પણ વાતો બહાર આવી હતી જેના આધારે કલેકટર તત્રં અને પોલીસે તપાસ આરંભી હતી.


કલેકટર પ્રભવ જોષીના આદેશથી આજે લોધીકા મામલતદારની ટીમ સ્થળ તપાસ માટે ગઈ હતી. તપાસ દરમ્યાન આ આશ્રમ એેકાદ એકરથી વધુની જગ્યામાં પથરાયેલો છે અને આ જગ્યા કલેકટર તત્રં હસ્તકની હોવાનું ખુલ્યું છે. હવે લોધીકા મામલતદાર દ્રારા આ જગ્યામાં આશ્રમના નામે પેશકદમી કરાઈ હોવાનો રીપોર્ટ કરાશે. આ રીપોર્ટના આધારે આશ્રમ પર દબાણ હટાવ કે બુલડોઝર ફરવાની કોઈ કાર્યવાહી પણ થઈ શકે તેવું હાલના તબકકે દેખાઈ રહ્યું છે.


વાગુદડમાં આશ્રમમાં રહેતા આ મહંતને ત્યાં ગાંજાનું વાવેતર હોવાની વાત સામે આવી હતી જેના આધારે આજે રૂરલ એસઓજીએ દોડી જઈને તપાસ હાથ ધરતા ત્યાંથી ગાંજાના બે છોડ મળી આવ્યા હતા. પોણા સાત કિલો જેટલું વજન ધરાવતા આ બન્ને છોડ કબજે લેવાયા હતા. પોલીસને જાણવા મળેલી વિગતો મુજબ મહતં બની ગયેલો જીજ્ઞેશ ધામેલીયા પરિવાર સાથે રાજકોટમાં સંતકબીર રોડ પર રહેતો હતો. પરિણીત છે અને સંતાનો પણ છે. ગ્રામજનોએ પોલીસને જણાવ્યા મુજબ અગાઉ જીજ્ઞેશ જયાં આશ્રમ બનાવ્યો છે ત્યાં મેલડી માતાજીનું મંદિર હતું ત્યાં દર્શને આવતો હતો અને ગ્રામજનોને વિશ્ર્વાસમાં લઈ દર્શનાર્થી માટે એક રૂમ બનાવવો છે તેમ કહી ત્યાં રૂમ બનાવ્યો હતો. થોડા વખત બાદ જીજ્ઞેશ યોગી ધર્મનાથ બની ગયો હતો અને ઓરડાની જગ્યાએ આશ્રમ બનાવી નાખ્યો હતો.

આ કબજે લેવાયેલા ગાંજાના છોડમાં અત્યારે બીજ રોપણ થયેલું ન હતું માટે ગાંજો છે તેવું સ્પષ્ટ્ર થઈ શકયું ન હતું. ચોકકસ રીપોર્ટ માટે છોડને ફોરેન્સીક લેબમાં મોકલાયા છે. રીપોર્ટ આવ્યા બાદ જો ગાંજાનો છોડ નીકળશે તો જીજ્ઞેશ સામે એનડીપીએસનો ગુનો નોંધાશે. આ કહેવાતા મહંતના આશ્રમે કોઈ છુપા ધંધા ચાલતા હતા કે કેમ ? તે અંગે પોલીસે તપાસમાં ઝુકાવ્યું હોવાનું પણ જાણવા મળે છે.

પીજીવીસીએલનું કનેકશન પણ ગેરકાયદેસર
સરકારી ખરાબામાં પથરાયેલા આશ્રમમાંથી ગાંજાનું વાવેતર મળી આવ્યું, કલેકટર તત્રં સાથે તપાસમાં પીજીવીસીએલની ટીમને પણ જોડવામાં આવી હતી. આશ્રમમાં રહેલું વિજ કનેકશન ગેરકાયદે હોવાનું પ્રાથમીક તબકકે જાણવા મળી રહ્યું છે. આ બાબતે કોઈ કાર્યવાહી થઈ શકે તેવું દેખાઈ રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application