અંબાજીમાં મેળાનો આઠ કરોડનો વીમો: ભકતો માટે ૧૫૦ રિક્ષામાં વિનામૂલ્યે સફર કરી શકાશે

  • September 22, 2023 12:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આવતીકાલથી અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહા મેળાનો પ્રારભં થઈ રહ્યો છે જેને લઈને યાત્રાધામ અંબાજી વહીવટી તત્રં સ થઈ ગયું છે મેળા સુચા સંચાલન આયોજન માટે વહીવટી તત્રં દ્રારા આખરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.જેમા કોઈપણ આકસ્મિક બનાવ બને તો તેની સામે સુરક્ષા કવચ પૂં પાડવામાં આવશે જેના માટે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી સમગ્ર મહામેળા માટે આઠ કરોડ વીમા પ્રીમિયમ ચૂકવવામાં આવ્યું છે. જેમાં મંદિરની આજુબાજુ ૨૦ કિલોમીટર વિસ્તારમાં ભકતોને કઈં પણ થાય તો તેનો લાભ માઈ ભકતોને મળી

૬૫૦૦ પોલીસ જવાનો ફરજ બજાવશે
અંબાજી મહા મેળાની સુરક્ષા વ્યવસ્થા ને લઈને યાત્રીકોની સઘન સુરક્ષાનો ચુસ્ત અમલ કરાવવા ૬૫૦૦ જેટલા પોલીસ જવાનો ફરજ બજાવશે જેમાં ૨૦ ડીવાયએસપી ૫૪ પીઆઇ ૧૫૦ પીએસઆઇ સહિત પોલીસ જવાનો જુદા જુદા પોઇન્ટ પર તૈનાત કરવામાં આવ્યા છે.આ સિવાય સાત બીડીએસની ટીમ કયુઆરટી ટીમ ઉપરાંત અંબાજી ધામ પર ૪૦૦ જેટલા સીસીટીવી કેમેરાથી પોલીસ બાજ નજર રાખશે.

મહામેળો હાઈટેક: કયુઆર કોડથી યોગ્ય જગ્યાએ પહોંચી શકાશે
આ વખતના ભાદરવી પૂનમના મેળામાં ટેકનોલોજી નો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં તમામ મહત્વપૂર્ણ સ્થળો એક સાથે સંકલિત કરવામાં આવ્યા છે કયુ આર કોડ જનરેટ કરવામાં આવ્યો છે ગુગલ મેપ દ્રારા કોઈ પણ વ્યકિત તે રક્ષિત સ્થાન પર સીધા પહોંચવા માટે આ કોડને સ્કેન કરી શકશે અંબાજી મંદિરની મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવશે જેમાં મંદિરના દર્શનનો સમય મંદિરની તમામ સુવિધાઓ મંદિરના એપ્સ સરળતાથી મેળવી શકાશે અંબાજી ઈ મંદિર વોટસએપ ચેટબોટ મંદિર દ્રારા ભકતો માટે તમામ માહિતી મંદિરની પ્રવૃતિઓ અપડેટ યુઝરને સીધા મોકલવામાં આવશે.

રિક્ષા ડ્રાઇવરોને ખાસ ડ્રેસ કોડ અપાયો
આ વખતે પ્રથમ વખત અંબાજી દેવસ્થાન દ્રારા તમામ રીક્ષા ડ્રાઇવરો માટે નવીન રોજગારીની તક ઉભી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તમામ રીક્ષા ડ્રાઇવરો માટે ડ્રેસ કોડ નક્કી કરાયો છે વધુમાં તમામ બાળકો વૃદ્ધ યાત્રિકોને નો વિકલ્પ ઝોન માં નિશુલ્ક સર્વિસ પૂરી પાડવામાં આ રીક્ષા ચાલકો તેમની સેવા આપશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application