ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દેવગણા કામે રહેતા યુવાન પર થોડા દિવસ પહેલા જીવલેણ હુમલો કરાયાની ઘટના બની હતી. દેવગાણા ગામના યુવાન ઉપર હુમલો કરાતા તેને ઈજાગ્રસ્ત હાલતે અમદાવાદ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ મામલે અગીયાળીના શખ્સને ગૌચરણની જમીનમાં ચરાણ કરવાની ના પાડવાની દાઝ રાખી યુવકને ખાંભા અને સખવદરના શખ્સો બાઈક ઉપર યુવકને લઈ જઈ ત્યા અગીયાળીના શખ્સ સાથે મળી હુમલો કરી માર મરાયા સંદર્ભે ગુનો નોંધાવા પામ્યો હતો.
આ બનાવ અંગે જાણવા મળતી માહિતી અનુસાર સિહોર તાલુકાના દેવગાણા ગામે રહેતા શરદભાઈ ભીખાભાઈ બારૈયાએ સિહોર પોલીસ મથકમાં દલપતભાઈ વશરામભાઈ જાની (રહે.અગિયાળી,સિહોર), દાનાભાઈ રાજાભાઈ રબારી (રહે.સખવદર,સિહોર) અને ભરતભાઈ ભરવાડ (રહે.ખાંભા,સિહોર) વિરુધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી હતી કે, દેવગાણા ગામના સિમાડે ધારુમાં અગીયાળી રોડ ઉપર ગૌચરણની જમીન આવેલ હોય જે જમીનમાં તેઓ પહેલેથી માલઢોરનું ચરાણ કરતા હોય દરમિયાન અગીયાળીના દલપત જાનીએ ચરાણ માટે તે જમીન જોઈતી હોય જેથી તેઓએ ચરાણ કરવાની ના પાડી હતી. જે વાતની દાઝ રાખી ગત તા. ૦૪.૦૧ના રોજ તેઓ વાડીએથી ઘરે જઈ રહ્યા હતા. ત્યારે દાનાભાઈ રાજાભાઈ અને ભરતભાઈ ભરવાડ બાઈક લઈ ઉભા હોય તેણે તેઓને આંતરી આપણે ખાંભા કામ છે. એટલે જવુ છે. તુ ચાલ તેમ કહી લઈ જઈ ખાંભા ગામે ધ્રુપકા જવાના રોડ પર પહેલેથી ત્યા અગીયાળીના દલપતભાઈ જાની ઉભા હોય ત્યા બાઈક ઉભુ રાખતા દલપતભાઈએ તું શા માટે મારા પ્લોટમાં વચ્ચે પડે છો. તેમ કહી શખ્સોએ તેના પર હુમલો કરી લાકડી વડે માર મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે યુવાન દ્વારા સિહોર પોલીસે શખ્સો સામે આઈપીસી. ૩૨૪, ૩૨૫, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪, તેમજ જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ યુવકનું ગળું કપાયું: મવડી બ્રિજ પર બની દુર્ઘટના
January 13, 2025 11:09 PMજાપાનમાં ફરી ધરતી ધ્રુજી: 6.9ની તીવ્રતાનો ભૂકંપ
January 13, 2025 11:07 PMપ્રધાનમંત્રી મોદીએ નારાયણા ગામે લોહડીની કરી ઉજવણી
January 13, 2025 11:05 PMજામનગરમાં ઉતરાયણ પર્વ નિમિત્તે ટ્રાફિક વિભાગ દ્વારા વાહન ચાલકોની સલામતી માટે નવતર અભિયાન
January 13, 2025 06:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech