મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી સીએમને લઈને રાજકારણમાં ઘમાસાણ થઈ હતી. અંતે આ વાતનો અંત આવ્યો છે અને ઘીના ઠામમાં ઘી ઢોળાયું છે. આજે દેવેન્દ્ર ફડણવીસે મુંબઈના આઝાદ મેદાનમાં ત્રીજી વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને તેમને શપથ લેવડાવ્યા હતા. બાદમાં શપથની છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ રહેનાર એકનાથ શિંદેએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા. શપથ લેતા પહેલા તેમણે બાળાસાહેબને યાદ કર્યા હતા. શપથ બાદ તેઓએ પીએમ મોદી સાથે હાથ મિલાવ્યો હતો અને ખુશ જોવા મળ્યા હતા. બાદમાં અજિત પવારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા.
વડાપ્રધાનથી લઈ મોટા ગજાના નેતાઓ હાજર રહ્યા
મુંબઈના આઝાદ મેદાનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, કેન્દ્રીય પ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને અનેક રાજ્યોના મુખ્ય પ્રધાનોએ હાજરી આપી હતી.
શપથ સમારોહમાં ફિલ્મી સિતારાથી લઈ ઉદ્યોગપતિઓ હાજર રહ્યા
શપથ ગ્રહણ સમારોહમાં શાહરૂખ ખાન, સલમાન ખાન અને સંજય દત્ત સહિત ઘણા સ્ટાર્સ આવ્યા આવ્યા હતા. કાળો કોટ અને પેન્ટ પહેરીને શાહરૂખ ખાને ઈવેન્ટમાં ભવ્ય એન્ટ્રી કરી હતી. શાહરૂખ ખાન પણ રણવીર સિંહ અને રણબીર કપૂરને ગળે લગાવતો જોવા મળ્યો હતો. કાળી શેરવાની પહેરીને રણવીરસિંહે મહારાષ્ટ્રના સીએમના શપથ ગ્રહણ સમારોહમાં પણ હાજરી આપી હતી. સ્થળ પર તે અંબાણી પરિવારની નાની વહુ રાધિકા અંબાણી સાથે ગળે મળીને વાત કરતો જોવા મળ્યો હતો.
સલમાન ખાન પણ હાજર રહ્યો
સલમાન ખાને મરૂન શર્ટ અને ડાર્ક ચશ્મા સાથે બ્લેક કોટ-પેન્ટ પહેરીને શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. તે ચુસ્ત સુરક્ષા સાથે સ્થળ પર પહોંચતો જોવા મળ્યો હતો. આ ઉપરાંત મુકેશ અંબાણી, અનંત અંબાણી, અનિલ અંબાણી સહિતના ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. તેમજ ક્રિકેટ જગતના દિગ્ગજ સચિન તેંડુલકર પત્ની અંજલી સાથે આવ્યા હતા.
મહાયુતિ ગઠબંધનના નેતાઓ રાજ્યપાલને મળ્યા હતા
ગઈકાલે દેવેન્દ્ર ફડણવીસને સર્વસંમતિથી BJP વિધાયક દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. થોડા સમય પછી, શાસક મહાયુતિ ગઠબંધનનું એક પ્રતિનિધિમંડળ રાજભવન ખાતે રાજ્યપાલને મળ્યું હતું. તેમાં દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર હાજર રહ્યા હતા અને ગઠબંધનને સમર્થનનો પત્ર રાજ્યપાલને સોંપ્યો હતો.
વિધાન ભવનમાં મળેલી ધારાસભ્ય દળની બેઠકમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના કેન્દ્રીય નિરીક્ષક વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી કે, દેવેન્દ્ર ફડણવીસને સર્વસંમતિથી ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે.
વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિને કેટલી બેઠકો મળી?
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે 20 નવેમ્બરના રોજ એક જ તબક્કામાં મતદાન થયું હતું, જ્યારે ચૂંટણીના પરિણામો 23 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. મહાયુતિ ગઠબંધનને રાજ્યની કુલ 288 વિધાનસભા બેઠકોમાંથી 230 બેઠકો પર ભવ્ય જીત મળી છે. શિંદે જૂથની સહયોગી સાથી શિવસેનાએ 57 બેઠકો જીતી હતી, જ્યારે અજિત પવાર જૂથ એનસીપીએ 41 બેઠકો જીતી હતી. બીજી તરફ, વિપક્ષ MVAએ કુલ 46 બેઠકો જીતી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા: દસ વર્ષ પૂર્વેના લાંચ-રીશ્વત કેસમાં આરોપીને ચાર વર્ષની સખત કેદ તથા દંડ
May 10, 2025 01:11 PMજામનગર બાયપાસ નજીક કાર અકસ્માતમાં એકનું મૃત્યુ
May 10, 2025 01:08 PMપથ્થરની વંડી ગોઠવતા ગડુ ગામના યુવાન પર હુમલો
May 10, 2025 01:05 PMજામનગર નજીક રમકડાના ડ્રોને પોલીસને ધંધે લગાડી
May 10, 2025 01:01 PMખંભાળીયા નગરપાલીકાના પુર્વ પ્રમુખના યુવાન પુત્રનો રિવોલ્વરથી ગોળી ધરબી આપઘાત
May 10, 2025 12:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech