રાજકોટ મહાપાલિકામાં આજે સવારે ૧૧ કલાકે ચેરમેન જયમીનભાઇ ઠાકરના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં કાલાવડ રોડ ઉપરની કટારીયા ચોકડી ખાતે .૧૬૭ કરોડના ખર્ચે કેબલ સ્ટેડ બ્રિજ અને તેની નીચે રિંગ રોડ–૨ ઉપર અન્ડર પાસ બનાવવાનો પ્રોજેકટ મંજુર કરાયો હતો તદઉપરાંત ૪૯ કરોડના ખર્ચે નળ, ગટર, લાઇટ, પાણી સહિતના અન્ય વિકાસકામો મંજુર કરાયા હતા. નવનિયુકત મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ મોકલેલી તમામ ૬૭ દરખાસ્તો સર્વાનુમતે મંજુર કરાઇ હતી.
વિશેષમાં સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેનએ જણાવ્યું હતું કે, પશ્ચિમ અને મધ્ય ઝોનની ૧૦૦ સોસાયટીઓની શેરીઓ અને કોમન પ્લોટસમાં પેવિંગ બ્લોક, દક્ષિણ ઝોનમાં કોઠારીયાના વિસ્તારોમાં મેટલિંગ, ઉપલાકાંઠે ડામર રિ– કાર્પેટ, લાઇબ્રેરીઓમાં નવા પુસ્તકો અને રમકડાં, વિવિધ બગીચાઓમાં રમતગમત અને ફિઝિકલ ફિટનેસના નવા સાધનો ખરીદવા અને જૂના સાધનોનું રિપેરિંગ કરવા સહિતના કામોને બહાલી અપાઇ હતી
શહેરના આ વિસ્તારોમાં આટલા વિકાસકામો મંજૂર(૧) વોર્ડ નં.૮માં સુર્યેાદય સોસાયટીમાં પેવીંગ બ્લોક મંજુર
(૨) વોર્ડ નં.૧૨માં શનૈશ્વર સોસાયટી, રિધ્ધિ–સિધ્ધિ સોસાયટીના કોમન પ્લોટ તથા આશ્રય ગ્રીન સોસાયટીમાં પેવીંગ બ્લોક મંજુર
(૩) વોર્ડ નં.૮માં સાકેત પાર્ક, મધુવન સોસાયટી, કિંગ્સલેન્ડ પાર્ક, જહાન્વી પાર્ક તથા નરસિંહ પાર્કમાં પેવીંગ બ્લોક મંજુર
(૪) વોર્ડ નં.૯માં ભુગર્ભ ગટર ફરિયાદ નિકાલ કરવાનો વાર્ષિક કોન્ટ્રાકટ મંજુર
(૫) વોર્ડ નં.૧૧માં અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં મોદી સ્કુલવાળા રોડ ઉપર પેવીંગ બ્લોક મંજુર
(૬) વોર્ડ નં.૧૧માં મોટા મવા વિસ્તારમાં મેટલીંગ મંજુર
(૭) વોર્ડ નં.૧૧માં સત્યજીત સોપાનવાળા રોડ ઉપર પેવીંગ બ્લોક મંજુર
(૮) વોર્ડ નં.૧૨માં સુખસાગર સોસાયટી, કૈલાશ પાર્ક, પ રેસીડેન્સી, અંજલી સોસાયટી, અલય વાટીકા તથા નંદનવન સોસાયટી–રના કોમન પ્લોટમાં પેવીંગ બ્લોક મંજુર
(૯) વોર્ડ નં.૯માં યોગેશ્વર પાર્ક, ન્યુ યોગીનગર, સેલ્સટેકસ, ટેલીગ્રાફ સોસાયટી, બાલાજી સોસાયટી, મધુવન પાર્ક અને રધુવીર પાર્કમાં પેવીંગ બ્લોક મંજુર
(૧૦) વોર્ડ નં.૧૧માં પંચરત્ન પાર્ક તથા નવા ૧૫૦ ફુટ રિંગ રોડને લાગુ રસ્તામાં મેટલીંગ મંજુર
(૧૧) વોર્ડ નં.૧૨માં શ્યામ પાર્ક, શ્રીનાથજી પાર્ક, જય ગુદેવ પાર્ક તથા ધનરાજ પાર્કના કોમન પ્લોટમાં પેવીંગ બ્લોક મંજુર
(૧૨) વોર્ડ નં.૧રમાં મધુવન સોસાયટી, કર્મચારી, શિવ વાટીકા, તિપતિ પાર્ક, ગોવિંદરત્ન ગ્રીન સીટી શેરી નં.૩, ગેલ આઇ પાર્ક તથા શિવધારા સહિતની સોસાયટીઓના કોમન પ્લોટમાં પેવીંગ બ્લોક મંજુર
(૧૩) વોર્ડ નં.૧૨માં સમૃધ્ધિ પાર્ક, રાધિકા પાર્ક તથા પ્રેમવતી પાર્કના કોમન પ્લોટમાં પેવીંગ બ્લોક મંજુર
(૧૪) વોર્ડ નં.૧૨માં દ્રારકાધીશ સોસાયટી શેરી નં.ર તથા ૩ માં કોમન પ્લોટ તથા પુનિત પાર્ક શેરી નં.ર,૩ અને ૮ તથા મિત હાઇટસ પાસે પેવીંગ બ્લોક મંજુર
(૧૫) વોર્ડ નં.૮માં યોગીનિકેતન સોસાયટી, રાજહસં સોસાયટી, ન્યુ કોલેજવાડી તથા ગેગા પાર્કમાં રસ્તાના સાઇડ સોલ્ડરમાં પેવીંગ બ્લોક મંજુર
(૧૬) વોર્ડ નં.૮માં બ્રહ્મકુંજ સોસાયટી તથા માતિ પાર્કમાં પેવીંગ બ્લોક મંજુર
(૧૭) વોર્ડ નં.૮માં અમૃત રેસીડેન્સી, સ્ટાર વિલા, પ્રધુમન પાર્ક, સાકેત પાર્ક–ર, જગન્નાથ પ્લોટ શેરી નં.૪ અને ૫ માં પેવીંગ બ્લોક મંજુર
(૧૮) વોર્ડ નં.૪માં નાકરાવાડી લેન્ડફીલ સાઈટ ખાતે બહારના ભાગે પાણીનો ટાંકો બનાવવાનું કામ મંજુર
(૧૯) વોર્ડ નં.૬ અને ૧૫માં જુદા જુદા ટી.પી. રોડ પર ડામર રીકાર્પેટ મંજુર
(૨૦) વોર્ડ નં.૪માં ભગવતીપરાની બોરીચા સોસાયટીના મેઈન રોડ પર આર.સી.સી. રોડ બનાવવાનું મંજુર
(૨૧) વોર્ડ નં.૪માં ભગવતીપરા મેઈન રોડ પર વરસાદી પાણીના નિકાલ માટે પાઈપગટર નાખવાનું મંજુર
(૨૨) વોર્ડ નં.૪માં ભગવતીપરા મેઈન રોડ પર વરસાદી પાણીના નિકાલ માટે પાઇપગટર નાખવાનું મંજુર
(૨૩) બિનઉપયોગી–નોન યુઝ મ્યુનિ.વાહનોને સ્ક્રેપ કરવાનું મંજુર
(૨૪) મ્યુનિ.લાઇબ્રેરીઓ માટે મેગેઝીન તથા વર્તમાનપત્રો ખરીદવા માટે દ્રિવાર્ષિક રેઇટ કોન્ટ્રાકટ મંજુર
(૨૫) વોર્ડ નં.૯માં ટોપલેન્ડ રેસીડેન્સી, સવન સેફ્રોનથી પાટીદાર ચોક, નંદગાવ મેઇન રોડ, જલારામ–૩, જે.એમ.સી.નગરમાં પેવીંગ બ્લોક મંજુર
(૨૬) રેલનગર ઇએસઆરથી વોર્ડ નં.૩ના વિવિધ વિસ્તારોમાં ડીઆઇ પાઇપલાઇન(લેબર કામ) તથા રીસ્ટોરેશન કરવાનું મંજુર
(૨૭) સ્માર્ટઘર–૪(વીર તાત્યાટોપે ટાઉનશીપ) અને સ્માર્ટઘર–૬(શહીદ રાજગુ ટાઉનશીપ) યોજના અંતર્ગત બનાવવામાં આવેલ આવાસોની કિંમત નક્કી કરવાનું મંજુર
(૨૮)વોર્ડ નં.૬માં સીતારામ રોડથી સંતકબીર રોડ સુધી પેવીંગ બ્લોક મંજુર
(૨૯) વોર્ડ નં.૫માં અમૃત ૨.૦ યોજના અંતર્ગત પેડક રોડ વિસ્તારમાં ભાવનગર રોડથી નેશનલ હાઈવે તથા કુવાડવા રોડથી પેડક રોડ સુધીના વિસ્તારમાં ડીઆઈ પાઈપલાઈન નાખવાનું મંજુર
(૩૦) વોર્ડ નં.૭માં લીમડા ચોક પાસે આવેલ મધ્યાહન ભોજન રસોડું રીપેરીંગ કરવાનું મંજુર
(૩૧) વોર્ડ નં.૧૪માં ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાની વર્ષ ૨૦૨૩–૨૪ની રોડ–રસ્તાની ખાસ મરામત હેઠળ ફાળવેલ ગ્રાન્ટમાંથી બાપુનગર રોડ ઉપર પેવીંગ બ્લોક તથા હાથીખાના શેરી નં.૧૪માં સીસી કરવાનું કામ મંજુર
(૩૨) વોર્ડ નં.૭માં ન્યુ જાગનાથ વિસ્તારમાં વોટર વર્કસ ડીઆઇ પાઇપલાઇન નાખવાનું મંજુર
(૩૩) વોર્ડ નં.૭માં જુના જાગનાથ પ્લોટ તથા સરદાર નગર ઇસ્ટ વિસ્તારમાં વોટર વર્કસ ડીઆઇ પાઇપલાઇન નાખવાનું મંજુર
(૩૪) જુના સ્ક્રેપ મ્યુનિ.વાહનોનું ઇ–ઓકશનથી વેચાણ કરવાનું મંજુર
(૩૫) કચરો ઉપાડવા વ્હીલબરો ખરીદ કરવા માટે નવો દ્રિવાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ મંજુર
(૩૬) ફાયર બ્રિગેડના હોઝ પાઇપ, ફાયર એકસટિંગ્યુશર તેમજ અન્ય સાધનો ખરીદ કરવા માટે નવો દ્રિવાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ કરવાનું મંજુર
(૩૭) મ્યુનિ.લાઇબ્રેરીઓમાંની ટોયઝ લાઈબ્રેરી માટે રમકડા, ગેઇમ્સ, પઝલ્સ ખરીદવા માટે દ્રિવાર્ષિક રેઇટ કોન્ટ્રાકટ કરવાનું મંજુર
(૩૮) એ.એન.સી.ડી. તથા દબાણ હટાવ વિભાગની કામગીરી માટે મજુરો સપ્લાય કરવાના કામનો દ્રિવાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ મંજુર
(૩૯) વોર્ડ નં.૧૬માં પ્રાઇવટાઇઝેશનથી ભૂગર્ભ ગટર ફરિયાદ નિકાલ કરવાનો કોન્ટ્રાકટ મંજુર
(૪૦) બગીચા શાખાની વિવિધ કામગીરીઓ માટે શેડયુલ ઓફ રેઇટ(એસ.ઓ.આર.) કરવાનું મંજુર
(૪૧) વોર્ડ નં.૮માં કાલાવાડ રોડ પર કે.કે.વી. મલ્ટીલેવલ બ્રીજ નીચે પરિમલ સ્કુલ સામે પીકલ બોલ, બોકસ ક્રિકેટ, સ્કેટિંગ રિન્ક તેમજ ઇન્ડોર ગેમ્સ ઝોન બનાવવાનું મંજુર
(૪૨) વોર્ડ નં.૫માં પ્રાઈવેટાઇઝેશનથી ભૂગર્ભ ગટર ફરિયાદ નિકાલ કરવાનો કોન્ટ્રાકટ મંજુર
(૪૩) વોર્ડ નં.૧૮માં આવેલ ધ્વની ઇન્ડસ્ટ્રીઝ, સુમંગલ ઇન્ડસ્ટ્રીઝ, બાલાજી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં મેટલીંગ મંજુર
(૪૪) વોર્ડ નં.૧૮માં કોઠારિયા વિસ્તારમાં કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં ફર્નીચર બનાવવાના તથા આનુષંગિક પરચુરણ કામ કરવાનું મંજુર
(૪૫) ગુકુળ પમ્પીંગ સ્ટેશનનું બે વર્ષ માટે પ્રિવેન્ટીવ ઓપરેશન–મેઇન્ટેનન્સ કરવાના કામે મેનપાવર સપ્લાય કરવાના કામનો કોન્ટ્રાકટ મંજુર
(૪૬) વોર્ડ નં.૧૮માં આવેલ કલાસિક ઇન્ડસ્ટ્રીઝ, ન્યુ સોમનાથ ઇન્ડસ્ટ્રીઝ, એટલાસ ઇન્ડસ્ટ્રીઝ વિગેરે ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં મેટલીંગ મંજુર
(૪૭) ડ્રેનેજ વોટર ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ સેલ હસ્તકના ૧૦ હાઇડ્રોલિક મશીન પાંચ વર્ષ માટે કોન્ટ્રાકટથી ચલાવવા આપવાનો કોન્ટ્રાકટ મંજુર
(૪૮) શહેરના મુખ્ય રસ્તાઓ પર થર્મેાપ્લાસ્ટથી રોડ માકિગ કરવાના કામનો કોન્ટ્રાકટ આપવા
(૪૯) મ્યુનિ.પ્રોજેકટસ માટે નેશનલ ઇન્ફોર્મેટીકસ સેન્ટર સર્વિસીઝ ઇન્કોર્પેારેટેડના કન્સલટન્ટની કામગીરીનો કોન્ટ્રાકટ આપવાનું મંજુર
(૫૦) વોર્ડ નં.૧૧માં કટારીયા ચોકડી પાસે અન્ડરબ્રિજ તથા ફલાયઓવર બ્રિજ બનાવવાનું મંજુર
(૫૧) મ્યુનિ.બગીચાઓમાં તેમજ અન્ય વિસ્તારમાં આવેલ બાલક્રીડાંગણના તથા ફીઝીકલ ફિટનેસના સાધનો રીપેરીંગ કરવાના દ્રિવાર્ષિક ઝોનલ રેઈટ કોન્ટ્રાકટ મંજુર
(૫૨) રખડતા ઢોર નિયંત્રણ માટેની દરખાસ્ત કરવાનું મંજુર
(૫૩) મ્યુનિ. ઓડિટ શાખાના ત્રણ કર્મચારીને ઓડિટ શાખામાં પરત મુકવાનું મંજુર
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech