રાજકોટના ડેવલોપર્સ સો ભાગીદારે કર્યો વિશ્ર્વાસઘાત

  • April 02, 2024 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના ડેવેલોપર્સ સો પડધરીના ઢોકળીયા ગામની સીમમાં ભાગીદારીમાં ખરીદેલા પ્લોટમાં ભાગીદારે દગો કરી છ પ્લોટ બારોબારો અન્ય વેચી નાખી બાદમાં તેની પાસેી પોતે જ પ્લોટ ખરીદી લીધા હતાં.આ અંગે ડેવલોપર્સ દ્વારા પડધરી પોલીસ મકમાં ભાગીદાર સામે ફરિયાદ કરવમાં આવતા પોલીસે આરોપી સામે છેતરપિંડી અને વિશ્ર્વાસઘાતની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.

રાજકોટના અમીન માર્ગ પર સિલ્વર પાર્કમાં રહેતાં અને જમીન ડેવલોપર્સ તરીકે વ્યવસાય કરતાં જયંતભાઈ રામભાઈ ચાવડા (ઉ.વ.૬૩)એ પડધરી પોલીસ મકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના ભાગીદાર શૈલેષ વિજયસિંહ કામળીયા (રહે.જાગૃતીદિપ હાઈટસ, ૧૫૦ ફૂટ રીંગ રોડ) નું નામ આપ્યું છે.
​​​​​​​
જયંતભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે તેણે તેના ભાગીદાર બીસુ બહાદુરભાઇ વાળા અને આરોપી શૈલેષ કામળીયા સો મળી પડધરીના ઢોકળીયા ગામના રે.સ.નં. ૧૭૭ માં જમીન ૨૦૧૦માં ખરીદી હતી. જેમાં શિવાલય બી નામી લે-આઉટ પ્લાન મંજુર કરાવ્યો હતો. જેમાં ૪૨ પ્લોટો પાડવામાં આવ્યા હતા. આ મિલકતમાં ત્રણેય ૩૩ ટકાના ભાગીદાર હતા.આ મિલકતનો વહીવટ કરવા ૨૦૧૧માં કુલમુખત્યારનામું કરી અપાયું હતું. ૨૦૧૧ ી ૨૦૧૪ સુધીમાં આરોપી શૈલેષ કે જે પ્લોટના વેચાણનું કામ કરતા હતા. તેણે ૩૬ પ્લોટોનું વેચાણ કર્યું હતું. જયારે ૬ પ્લોટનું વેચાણ બાકી હતું.
૧૦ વર્ષ સુધી આ પ્લોટોનું વેચાણ કર્યું ન હતું.૨૦૨૧માં આરોપીએ તેની જાણ બહાર કુલમુખત્યારનામાના આધારે ૬ પ્લોટનો જયેશ ડાવેરા નામના શખસને દસ્તાવેજ કરી આપ્યા હતા. તે ૬ પ્લોટીંગના રૂા.૩.૫૮ લાખ ાય છે.બીજી તરફ ત્રણ દિવસ બાદ આરોપીએ જયેશ ડાવેરા પાસેી રૂા.૩.૦૮ લાખમાં દસ્તાવેજી તમામ પ્લોટ પરત ખરીદી લીધા હતા.આમ આરોપીએ તેના બંને ભાગીદારનો હિસ્સો ડૂબાડી દઈ રકમ પરત નહીં આપતાં પડધરી પોલીસ મકમાં આ ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ ૪૦૬, ૪૨૦ મુજબ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ જી.જે.ઝાલા ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application