ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક બોર્ડની આજરોજથી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે, ત્યારે ખંભાળિયાની આદર્શ વિદ્યાલય ખાતે ઇન્ચાર્જ કલેક્ટર એ.બી.પાંડોર, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, જિલ્લા શિક્ષણાધિકારી હર્ષવર્ધન જાડેજા, મામલતદાર વિક્રમ વરૂ સહિતનાં અધિકારીઓએ ચોકલેટ આપી સફળ પરીક્ષા અને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી.
આ તકે ઇન્ચાર્જ કલેક્ટર એ.બી.પાંડોરે કહ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ના કુલ ૧૬ કેન્દ્રો ખાતે ૧૩ હજાર કરતા વધારે વિદ્યાર્થીઓનીની પરીક્ષા લેવાશે. બોર્ડની પરીક્ષામાં વિધાર્થીઓ ભયમુક્ત થઈ પરીક્ષા આપે તેવી શુભકામના પાઠવું છું. ઉપરાંત વિધાર્થીઓને કઈ અગવડતા ન રહે તે માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. તેમજ પરીક્ષા દરમ્યાન સતત વીજપુરવઠો જળવાઈ રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. દરેક સેન્ટર પર સીસીટીવી કેમેરા, પોલીસ ગાર્ડ, ઝોનલ કચેરી/સ્ટ્રોંગરૂમ ઉપર પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા, પરીક્ષા દરમ્યાન કોઈ વિદ્યાર્થી અથવા પરીક્ષામાં રોકાયેલ અધિકારી/કર્મચારીને પરીક્ષાર્થીઓ માટે જરૂર પડે પ્રાથમિક આરોગ્ય કીટ વ્યવસ્થા સહિતની આનુષાંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પધાર્યા સંત નવોદિત વંશાચાર્ય પંથ શ્રી ઉદીતમુની નામ સાહેબ
April 02, 2025 01:03 PMવકફ સુધારા બિલના સમર્થનમાં ઉતરી મુસ્લિમ મહિલાઓ, કહ્યું 'મોદીજી, તમે લડો... અમે તમારી સાથે છીએ'
April 02, 2025 01:00 PMજામનગરના હાપા યાર્ડ ખાતે ધાણાંની મબલક આવક, યાર્ડ સેક્રેટરીએ વિગતો આપી
April 02, 2025 12:59 PMલોકસભામાં વક્ફ બિલ રજૂ થતા વિપક્ષનો હોબાળો, કહ્યું, આ કાયદો દેશમાં થોપી બેસાડવા માંગો છો
April 02, 2025 12:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech