દેવભૂમિ દ્વારકા એન.એસ.યુ.આઈ. દ્વારા ફોરેસ્ટ ભરતીમાં ગેરરીતિ થયાનો આક્ષેપ: કલેકટરને રજૂઆત

  • August 06, 2024 12:54 PM 

સ્પર્ધાત્મક પરીક્ષામાંથી સી.બી.આર.ટી. પધ્ધતિ નાબૂદ કરવા અપાયું આવેદન


છેલ્લા ઘણાં સમયથી ગૌણ સેવા દ્વારા ફોરેસ્ટ, સી.સી.ઈ., સબ ઓડિટર, સિનિયર સર્વેયર, મદદનીશ ઇજનેર, સિવિલ ગ્રાફિક ડિઝાઇનર એમ અલગ અલગ સંવર્ગ અને કેડરની ભરતીઓ સી.બી.આર.ટી. પદ્ધતિ દ્રારા લેવામાં આવી છે. આ પદ્ધતિથી મહેનતુ વિદ્યાર્થીઓને નુકસાન થાય છે તેવી બાબતો રજુ કરી, એન.એસ.યુ.આઈ. દ્વારા આ પદ્ધતિ નાબુદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પરિણામ જાહેર કરવામાં આવેલ, તેમાં ફક્ત નામ જ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. તેના બદલામાં દરેક ઉમેદવારના નોર્મલાઈઝેશન પહેલા અને બાદના માર્કસ પ્રસિદ્ધ કરવામાં આવે તેવી માંગ ફોરેસ્ટના ઉમેદવારો દ્વારા કરવામાં આવી છે. જો ગુજરાતની પોલિસ ભરતી બોર્ડ તમામ માહિતી સાથે મેરીટ યાદી જાહેર કરે છે તો ગૌણ સેવા શા માટે ન કરી શકે?? તેવો સવાલ પણ ઉઠવા પામ્યો છે.

આમ, આ તમામ મુદ્દાઓને લઈને દેવભૂમિ દ્વારકા જિલ્લા એન.એસ.યુ.આઈ. દ્વારા ખંભાળિયામાં કલેકટરને આવેદનપત્ર આપી, સવિસ્તૃત રજુઆત કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application