દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને સુશાસન દિવસની ઉજવણી કરાઇ

  • December 26, 2024 12:35 PM 

દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને સુશાસન દિવસની ઉજવણી કરાઇ

શ્રેષ્ઠ કામગીરી કરનાર કચેરીઓને સન્માનિત કરાઇ 

ભારત રત્ન અને દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીજીની સ્મૃતિમાં ગુડ ગવર્નન્સ ડે - સુશાસન દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરવામાં આવી છે. જે અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટરશ્રી જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને સભાખંડ, જિલ્લા કલેકટરશ્રીની કચેરી ખાતે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 

આ તકે કલેકટર જી.ટી.પંડ્યાએ કર્મયોગનાં સિદ્ધાંતો સમજાવતા કહ્યું હતું કે, કર્મયોગ એ આપણને દૈનિક કામમાંથી પુણ્યકર્મ કમાવવાની તક આપે છે. સુશાસન ટીમ વર્કથી આવી શકે છે. કર્મયોગનાં સિદ્ધાંતો અપનાવવાથી આપણે ખૂબ કાર્યક્ષમ બની શકીએ. અને કુશળતા પૂર્વક કરવામાં આવેલા કામથી નાગરિકો પણ સંતોષની લાગણી અનુભવે છે.

આ તકે જિલ્લા કક્ષાની  કચેરીઓમાં શ્રેષ્ઠ કામગીરી માટે મામલતદાર કચેરી, ખંભાળિયા અને તાલુકા પંચાયત કચેરી, ખંભાળિયાને સન્માનપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવી હતી. ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અઘ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

આ તકે ડેપ્યુટી કલેક્ટર રિધ્ધિ રાજ્યગુરુ, મામલતદાર શ્રી વિક્રમ વરુ, તાલુકા વિકાસ અધિકારી કે.વી. શેરઠીયા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application