કાલાવડમાં પાના ટીંચતી ચાર મહિલાની અટકાયત

  • December 26, 2023 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કુંભનાથપરા પુલ પાસે પોલીસ પ્રગટી : રોકડ અને ગંજીપત્તા કબ્જે

કાલાવડના કુંભનાથપરાના પુલ પાસે જાહેરમાં તિનપતીનો જુગાર રમતી ચાર મહિલાઓની રોકડ સાથે અટકાયત કરવામાં આવી હતી.
કાલાવડ તાલુકાના કુંભનાથપરાના પુલ પાસે જુગાર રમાય છે એવી બાતમીના આધારે ટાઉન પોલીસે દરોડો પાડયો હતો જેમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતી કુંભનાથપરાની મુમતાજબેન મુસા ગબોલ, વેલનાથચોકમાં રહેતી હંસાબેન દિનેશ રાઠોડ, રંજનબેન રમેશ મકવાણા અને કુંભનાથપરાના જોશનાબેન નાથા સોલંકી નામની ચાર મહિલાઓને રોકડા રુા. ૨૭૨૦ અને ગંજીપતા સાથે અટકાયત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application