રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોતમભાઈનો મામલો વધુને વધુ સંગીન બની રહ્યો છે. આજે અમદાવાદ આવેલા રાજકોટ કરણી સેનાના રાષ્ટ્ર્રીય ્રઅધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા જાૈહર કરવાની ચીમકી આપનાર નજર કેદ ક્ષત્રિય મહિલાઓને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા જયાં અગાઉથી જ હાજર પોલીસ તેમજ ક્રાઈમ બ્રાંચની ટીમ દ્રારા મહિપાલસિંહને મળવા દેવાની મનાઈ ફરમાવી અટકાયત કરવામાં આવતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી. તેમની સાથે હાજર પ્રદેશ પ્રમુખ વિરભદ્રસિંહ જાડેજાને પણ અટકમાં લેવામાં આવ્યા હતા. બન્ને પ્રમુખને પોલીસે અટક કરતા સાથે રહેલા ક્ષત્રિય અગ્રણીઓ, યુવકોને પોલીસ સાથે ભારે ઝપાઝપી થઈ પડી હતી. ચુસ્ત બંદોબસ્ત સાથે બન્નેને શાહીબાગ પોલીસ હેડ કવાર્ટર લઈ જવામાં આવ્યા હતા.
પરસોતમ રૂપાલાએ કરેલા વિધાનોને સામે ક્ષત્રિય સમાજના ચાલી રહેલા રોષને લઈને આજે કરણી સેનાના રાષ્ટ્ર્રીય અધ્યક્ષ રાજસ્થાનથી અમદાવાદ આવ્યા હતા. ત્યાં અગ્રણીઓને મળ્યા બાદ રાજકોટમાં બપોર પછી યોજાનારી રેલીમાં હાજરી આપવાના હતા. અમદાવાદમાં આગામી કાર્યક્રમો રણનીતિની ચર્ચા સાથે મહિપાલસિંહ મકરાણા ગઈકાલ રાતથી નજર કેદ કરાયેલી ક્ષત્રિય મહિલાઓને તેમના બોપલ સ્થિત નિવાસસ્થાને મળવા માટે પહોંચ્યા હતા. જયાં પોલીસે મળવા જવાની ના કહી હતી. મહિપાલસિંહ સાથે અગાઉથી જ ક્રાઈમ બ્રાંચ કે અન્ય એજન્સીઓનો બંદોબસ્ત પણ હતો. પોલીસે મળવા જતાં અટકાવતા આગેવાનો દ્રારા માત્ર બે મિનિટ મળવા જવા માટેની અપીલ કરાઈ હતી. આમ છતાં પોલીસે ના કહી હતી. જેથી પોલીસ અધિકારી સાથે રહે અને બહેનોને મળવા માટેની વ્યવસ્થા કરી આપે તેવું કહેવાયું પણ પોલીસે ના પાડતા મામલો ઉગ્ર બન્યો હતો.
એક તરફ કરણી સેનાની ટીમ અને અગ્રણીઓ બહેનોને મળવા માટે જીદે ભરાયા હતા. જયારે સામે પોલીસે મળવાની ના કહેતા ઝપાઝપીના દ્રશ્યો થઈ પડયા હતા. વાતાવરણ વધુ તગં બને કે કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તે પૂર્વે જ ક્રાઈમ બ્રાંચની ટીમે મહિપાલસિંહ મકરાણા અને સાથે રહેલા વિરભદ્રસિંહ જાડેજા બન્નેની અટકાયત કરી પોલીસ વેનમાં લઈ જવાયા હતા. બન્ને અટકાયત થતાં સાથે રહેલા ક્ષત્રિય યુવકોમાં રોષ ઉઠયો હતો. પોલીસ સાથે ઝપાઝપીના દ્રશ્યો થઈ પડયા હતા. થોડીવારમાં પોલીસને વધુ કુમક ઉતરી પડી હતી.
બન્નેની અટકાયત થતાં આજે રાજકોટ ખાતે ક્ષત્રિય સંસ્થાઓની કોર કમિટીની બેઠક મળી હતી જેમાં અગ્રણી કરણસિંહ ચાવડાએ મીડિયા સમક્ષ એવું જણાવ્યું હતું કે, મહિપાલસિંહને રાજકોટની રેલીમાં આવતા અટકાવવા માટે પોલીસે અટકાયત કરી છે. પોલીસ તાત્કાલિક ધોરણે બન્ને અગ્રણીઓને મુકત કરે એવો સવાલ કર્યેા હતો કે શું લોકશાહીમાં બહેનોને મળવા જવું કે રેલીમાં ભાગ લેવો એ કાંઈ ગુનો છે. જો તાત્કાલિક બન્નેના બિન તહોમત છોડવામાં નહીં આવે તો ઘેરા પ્રત્યાઘાતો પડશે
બપોરે ક્ષત્રિયો રેલી કાઢી કલેકટર કચેરીએ જશે
યે આગ કબ બુઝેગીની માફક હવે સામાન્યજન પણ કદાચિત ચિંતિત બન્યો હશે. સતત ૧૦ દિવસથી ક્ષત્રિય સમાજના ચાલી રહેલા માત્ર પરસોતમભાઈ સામેના વિરોધમાં હવે શ્રી રાજપુત કરણી સેનાના રાષ્ટ્ર્રીય પ્રમુખ મહિપાલસિંહ મકરાણાની પણ ગુજરાતમાં એન્ટ્રી થઈ છે. આજે સવારે અમદાવાદ ખાતે બેઠક મળી હતી. રાજકોટમાં આજે શનિવારે બપોરે ચાર કલાક બાદ બહત્પમાળી ભવન ખાતેથી ક્ષત્રિય સમાજની રેલી કલેકટર કચેરીએ રજૂઆત માટે નીકળનારી છે. આ રેલીમાં કરણી સેનાના રાષ્ટ્ર્રીય પ્રમુખ મહિપાલસિંહ મકરાણા હાજરી આપશે અને એવી વાત છે કે, આગળની રણનીતિ જાહેર કરશે. કરણી સેનાના રાષ્ટ્ર્રીય પ્રમુખની એન્ટ્રીથી હવે આ વિવાદ કરણી સેના મારફતે દેશભરમાં પ્રસરી શકે તેવી આઈબી દ્રારા શકયતાઓ વ્યકત કરાઈ રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર:રણજીતનગર માંથી ઝડપાયું ટેમ્પો ટ્રાવેલર ચાલતું કુટણખાનું
April 02, 2025 05:45 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં સી.સી.ટી.વી.કેમેરા અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું
April 02, 2025 05:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech