વેરાવળના ભીડીયા બંદર સંયુકત કોળી માછીમાર સમાજના આગેવાનો દ્વારા દરીયામાંથી નાની માછલીને પકડવાની બંધ કરવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. ભીડીયા સંયુક્ત કોળી સમાજ બોટ એસોસિયેશનના પ્રમુખ લક્ષ્મીકાંતભાઈ સોલંકી દ્વારા રજુઆત કરતા જણાવેલ કે કેટલાક બંદરોનાં માછીમાર ગ્રુપોની ફીશીંગ બોટો દ્વારા ગીર સોમના જિલ્લાનાં દરિયામાં ગેરકાયદેસર રીતે લાઈન ફીશીંગ, લાઈટ ફીશીંગ તેમજ ઘેરા ફીશીંગની પ્રવૃત્તિ શરૂ કરવામાં આવેલ છે, તે સામુહિક અને નાના માછીમારોનાં હિત વિરૂધ્ધ હોય અને હાલમાં સમગ્ર ગુજરાતનાં અને દેશનાં સીમાનાં દરિયામાં આવા પ્રકારની રાક્ષસી પધ્ધતિી તી ફીશીંગનું પ્રમાણ ખૂબ જ વધી ગયુ હોય, આ પ્રકારની ગેરસ્કાયદેસર રીતે તી લાઈટ, લાઈન, ઘેરા ફીશીંગનાં કારણે માછીમારી વ્યવસાય ઉપર નભતા રાજયનાં લાખો પરિવારો ધંધા રોજગારવિહિન અને પાયમાલ વા જઈ રહ્યા છે અને ગુજરાત અને ગુજરાતને લાગુ પડતા દેશનાં દરિયામાં માછલીઓનું ભરપૂર પ્રમાણમાં નિકંદન કાઢી રહયા છે.
એલઈડી લાઈન ફીશીંગનાં નામે ઓળખાતી રાક્ષસી ફીશીંગ પધ્ધતિમાં અતિ આધુનિક ટેકનોલોજીી સજજ વિશાળ ફીશીંગ ટ્રોલરો ધ્વારા ધ્વારા દરિયાના તળીયામાંથી નાનામાં નાની માછલીઓ મોટા જથ્ામાં પકડી લેવાતા, દરિયાના પેટાળની વનસ્પતિ, જીવસૃષ્ટિ સદંતર નાશ વા પામી છે અને જેની સીધી અસર દરિયાઈ મત્સ્ય ઉત્પતિ ઉપર તા, નાની ફાઈબર હોડીઓ તેમજ ફીશીંગ બોટો દિન પ્રતિદિન પુરતા પ્રમાણમાં માછલીનો કેચ ન મળવાનાં કારણે બંધ ઈ રહી છે. આવી એક હોડી તેમજ બોટ બંધ થવાથી આશરે ૧૦૦ જેટલા કુટુંબોની રોજીરોટી છીનવાઈ રહી છે.તદ્દ ઉપરાંત ટંડેલ, ખલાસીઓ તેમજ માછીમારી સો સંકળાયેલા લાખ્ખો ધર્ંધાીઓની રોજીરોટી પણ છીનવાઈ રહી છે, જેી આ પ્રકારની ફીશીંગ રોકવા અત્યંત જરૂરી છે અન્યા ગુજરાતનો સમગ્ર મત્સ્યોધોગ જ નાશ પામશે.
ઉકત બાબતે સરકાર સમક્ષ રજૂઆત ર્એ વેરાવળ, ભીડીયા, તેમજ હિરાકોટ બંદરની વિવિધ માછીમાર સંસઓ દ્વારા દરેક સંસ્યાના લેટરપેડ ઉપર વડાપ્રધાન મોદીને જિલ્લા કલેકટર, ગીર સોમના મારફત આવેદન પાઠવવાનો કાર્યક્રમ યોજાયેલ, જે કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં માચ્છીમાર આગેવાનો એકઠા ઈને ઈણાજ મુકામે જિલ્લ ા કલેકટરને રૂબરૂ આવેદન પત્ર પાઠવવા ઉપસ્તિ રહયા હતા.
આ તકે દામજીભાઈ ફોફંડી, પટેલ, વેરાવળ સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશન, વેરાવળ, ગોવિંદભાઈ કુહાડા, ઉપપટેલ, વેરાવળ ખારવા સમાજ, ગોવિંદભાઈ વણિક, પદમભાઈ માલમડી તુલસીભાઈ ગોહેલ, પ્રમુખ, ખારવા સંયુક્ત માચ્છીમાર બોટ એશોસીએશન, વેરાવળ, મોહનભાઈ ભારાવાલા, પટેલ, ખારવા લોઘી જ્ઞાતિ, વેરાવળ, બાબુભાઈ ગોહેલ, ઉપપટેલ લોધી સમાજ, વેરાવળ, જેન્તીભાઈ સોલંકી, પ્રમુખ, ગુજરાત કોળી સમાજ મહામંડળ, વિરજીભાઈ સોલંકી, પટેલ, સંયુકત કોળી સમાજ, ભીડીયા, લક્ષ્મીકાંતભાઈ સોલંકી. પ્રમુખ, સંયુકત કોળી સમાજ બોટ એશોસીએશન, ભીડીયા, શાંતિલાલ વંશ, પટેલ, સંયુક્ત કોળી સમાજ, હિરસકોટ બંદર, છગનભાઈ જીવાભાઈ દરી, પટેલ ભીડીયા ખારવા સમાજ, રાજેશભાઈ નરસીભાઈ ડાલકી, ઉપપ્રમુખ ભીડીયા ખારવા સમાજ, પ્રકાશભાઈ કેશવભાઈ કોટીયા પ્રેમજીભાઈ વેલજીભાઈ ડાલકી, તા પરેશભાઈ લાલજીભાઈ કોટીયા, જિલ્લા કલેકટર મારફત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવેદન પત્ર આપવામાં આવેલ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech