ગાંધીના ગુજરાતમાં દારૂબંધી અમલી છે. દારૂ વેચવા અને પીનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ તાપી જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ દ્વારા એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં 20મી નવેમ્બરે તાપી જિલ્લામાં ડ્રાય ડે જાહેર કરાયો છે. હાલ આ જાહેરનામાની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે.
મળતી માહિતી અનુસાર 20મી નવેમ્બરે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. તેના ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર-ગુજરાતની સરહદે આવેલા તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર. આર.બોરડે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે. જેમાં તાપી જિલ્લાને મહારાષ્ટ્રની ચૂંટણીના મતદાન દરમિયાન 48 કલાક સુધી ડ્રાય ડે જાહેર કર્યો છે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દારૂબંધી છે. ત્યારે તાપી જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ દ્વારા આ જાહેરનામું બહાર પાડતા તેની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે.
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટની સ્પષ્ટતા
સમગ્ર બાબતે વિવાદ વકરતા તાપી-વ્યારાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.આર બોરડનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમનું કહેવું છે કે, 'અમને ઉપરના અધિકારીઓએ કહ્યું હોવાથી આ રીતનું નોટિફિકેશન બહાર પાડ્યું છે'.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅભિષેકની ફિલ્મ 'આઈ વોન્ટ ટુ ટોક' બોક્સ ઓફિસ પર ચુપ
November 23, 2024 12:37 PMશ્વેતા તિવારીએ મારા પર હાથ ઉપાડ્યો હતો
November 23, 2024 12:34 PMનાગાર્જુનના પિતા જીવન ખતમ કરવા માંગતા હતા
November 23, 2024 12:33 PM૧૧૦૦ ખેડૂતોને ટ્રેકટર ખરીદી માટે સરકાર ૫૫૦ લાખની સહાય કરશે
November 23, 2024 12:28 PMસોમનાથમાં સરકારની ત્રિ–દિવસીય ચિંતન શિબિરનું સમાપ
November 23, 2024 12:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech